Rajkot શહેરમાં ફરી એક કરૂણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. ભગવતીપરા વિસ્તારમાં એક મહિલાનો માથું છૂંદેલી હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. પોલીસે તાત્કાલિક કમાન સંભાળી તપાસ શરૂ કરી છે. મૃતદેહ મળી આવવાની જાણ થતાં જ Rajkot પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પુરાવા એકત્રિત કરવા માટે ફોરેન્સિક ટીમ પણ બોલાવવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ, હત્યા રાત્રિના સમયે થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
મૃતક મહિલાની ઓળખ સ્નેહા આસોડિયા તરીકે થઈ છે. પરિવારના નિવેદન પ્રમાણે, સ્નેહા રાત્રે પાણીપુરી ખાવા માટે બહાર નીકળી હતી, અને તે સમયે તે એકલી જ હતી. તેના બહાર નીકળવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં તે એકલી જતા દેખાઈ રહી છે. સ્નેહાના પતિએ જણાવ્યું કે, “પાણીપુરી ખાવા નીકળતી વખતે તેણે મને ફોન કરીને કહ્યું હતું કે, ‘એ બાજુથી આવો તો મને ઘરે લઈ જજો.’ હું ઘરે પાછો આવ્યો ત્યારે સ્નેહા ઘરે નહોતી. થોડા સમય પછી તેના ભાઈનો ફોન આવ્યો અને મને જાણ થઈ.” પોલીસે પરિવારજનો સહિત આસપાસના લોકોના નિવેદન નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. સાથે જ ઘટનાસ્થળ નજીકનાં CCTV ફૂટેજ, મોબાઈલ લોકેશન અને શક્ય શંકાસ્પદ લોકોની હરકતોની તપાસ પણ ચાલી રહી છે.
આ પણ વાંચો – Gondal: રાજકુમાર જાટ કેસમાં નાયબ મુખ્યમંત્રીને લખ્યો પત્ર



