Gondal માં બનેલો રાજકુમાર જાટ હત્યા કેસ ફરી એક વાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ગોંડલના યતિષ દેસાઈએ નાયબ મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરી કેસમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન દોર્યું છે. રજૂઆત મુજબ, હત્યા કેસમાં કેટલાક શંકાસ્પદ લોકો સામે ગંભીર સંકેતો મળી રહ્યા હોવાથી તેમની નિષ્પક્ષ અને તાત્કાલિક તપાસ જરૂરી હોવાનું જણાવાયું છે.
યતિષ દેસાઈની રજૂઆત અનુસાર, Gondal ના રાજકુમાર જાટ હત્યા કેસમાં બીલીયાળા ગામના સરપંચ લાલા સહિતના કેટલાક લોકો શંકાસ્પદ તરીકે તપાસના દાયરામાં હોવાનું જણાવાયું છે. રજૂઆતમાં એવો દાવો કર્યો છે કે સંકળાયેલા કેટલાક નામોનો ભૂતકાળમાં પણ જુદા જુદા ગુનાઓમાં ઉલ્લેખ થયો હતો. યતિષ દેસાઈએ નાયબ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કેસ સંવેદનશીલ છે અને ન્યાય મળે તે માટે નિષ્પક્ષ, ઝડપી અને પારદર્શક તપાસ થવી અનિવાર્ય છે. તેમણે માંગણી કરી છે કે તપાસમાં કોઈપણ પ્રકારની રાજકીય કે સ્થાનિક દબાણની અસર ન પડે તે માટે યોગ્ય પગલા લેવામાં આવે.
આ પણ વાંચો – ગણેશ Gondal ની પૂછપરછ થતા રતનલાલ જાટે શું કહ્યું?



