Gondal માં થયેલા ચકચારી રાજકુમાર જાટ કેસમાં છેલ્લા બે દિવસથી મોટા પાયે તપાસ ચાલી રહી છે. Gondal થી લઈને સુરેન્દ્રનગર સુધી પોલીસ દ્વારા તાપસ અને પૂછપરછ ચાલી રહી છે, જેમાં SP પ્રેમસુખ ડેલુ તપાસનું સંચાલન કરી રહ્યા છે. SP પ્રેમસુખ ડેલુએ જણાવ્યું છે કે તપાસ પ્રાથમિક સ્તરથી આગળ વધીને તમામ સંબંધિત પક્ષોને સંભળાવામાં આવી રહી છે. તપાસ દરમિયાન હજુ વધુ લોકોની પૂછપરછ કરવી બાકી છે અને તમામ તથ્યોને કાગળ પર લાવવામાં આવી રહ્યા છે.
-
“આ કેસમાં જ્યાં સુધી જરૂરી રહેશે, ત્યાં સુધી પૂછપરછ ચાલુ રહેશે,” ડેલુએ જણાવ્યું.
-
આ કેસમાં અત્યાર સુધી 13 લોકોની પૂછપરછ થઈ ચુકી છે અને IO દ્વારા ગોંડલમાં તાપસ પણ થઈ છે.
રાજકુમાર જાટના પિતા, રતનલાલ જાટે, NEWZ ROOM સાથે વાતચીતમાં જણાવ્યું કે તેઓ ન્યાયપ્રણાલીમાં પૂરું વિશ્વાસ રાખે છે. તેમણે કહ્યું:
-
“પોલીસની તપાસથી હું સંતોષ છું.”
-
“પ્રોગ્રેસ રિપોર્ટમાં મોટો ખુલાસો થશે.”
-
“મને વિશ્વાસ છે કે મારા દીકરાને ન્યાય મળશે.”
આ પણ વાંચો – Gondal: ગણેશ ગોંડલે SP પ્રેમસુખ ડેલુ સમક્ષ કર્યો ખુલાસો



