Harsh Sanghavi: જીગ્નેશ મેવાણીને આપ્યો જડબાતોડ જવાબ

Harsh Sanghavi

થરાદ પોલીસ મથક ખાતે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા કરાયેલા નિવેદનો અને ત્યાં સર્જાયેલા હોબાળાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા રાજકીય માહોલ ગરમાયો છે. આ ઘટનાને લઈને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી Harsh Sanghavi એ મેવાણી પર નામ લીધા વગર તીખો પ્રહાર કર્યો છે.

જન આક્રોશ યાત્રા દરમિયાન મેવાણી અને ગ્રામજનો થરાદ પોલીસ મથક પહોંચી ગયા હતા, જ્યાં તેમણે પોલીસ તંત્ર પર ગંભીર આરોપો મૂકી ડ્રગ્સ અને દારૂના ગેરકાયદેસર વેચાણ મુદ્દે કાર્યવાહી ન કરવાના સવાલ કર્યા હતા. સ્ટેશનની બહાર પોલીસ સામે મેવાણીએ અનેક કડક ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વિડિયો વાયરલ થતા નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi એ જાહેર કાર્યક્રમ દરમિયાન નામ લીધા વગર જ મેવાણીની ટકોર કરતા અનેક કડક નિવેદનો આપ્યા. તેમના નિવેદનો રાજકીય ચર્ચાનો કેન્દ્ર બન્યા છે. સંઘવીએ કહ્યું—

  • “સોશિયલ મીડિયામાં ચમકવા વાળા કચેરીમાં હોબાળો મચાવશે.”

  • “સંસ્કાર ન હોય તે નોકરીમાંથી નિકાળવાની વાત કરશે.”

  • “ખૂબ ભણેલા અને અનેક ડિગ્રી ધરાવતા લોકો પણ નોકરીમાંથી કાઢવાની ધમકી આપે છે.”

  • “આવા લોકો કચેરીમાં આવીને પટ્ટા ઉતારવાની વાત કરશે.”

આ પણ વાંચો – Jignesh Mewani નો ગુસ્સો જોઈ SP, DySP અને PI સ્તબ્ધ થયા

Scroll to Top