Jignesh Mewani નો ગુસ્સો જોઈ SP, DySP અને PI સ્તબ્ધ થયા

Jignesh Mewani

બનાસકાંઠામાં જન આક્રોશ યાત્રા દરમિયાન તંગદિલીથી ભર્યું વાતાવરણ સર્જાયું હતું. વડગામના ધારાસભ્ય Jignesh Mewani યાત્રા છોડીને સીધા થરાદ પોલીસ મથક પહોંચી ગયાં હતા. તેમની સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા અને પોતાના પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી. પોલીસ મથક પર પહોંચ્યા પછી Jignesh Mewaniએ પોલીસે યોગ્ય કાર્યવાહી નથી કરતી એવો ગંભીર આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે ગ્રામજનોની ફરિયાદો છતાં પોલીસ તંત્ર ગંભીરતા દાખવતું નથી, જેના કારણે વિસ્તારમાં ડ્રગ્સ અને દારૂના ગેરકાયદેસર વેચાણ જેવી પ્રવૃત્તિઓ વધી રહી છે.

ગ્રામજનોએ પણ પોલીસની કામગીરી અંગે અનેક સવાલ ઉઠાવ્યા. તેમની માંગ હતી કે વિસ્તારમાં વધતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે તાત્કાલિક કડક પગલાં લેવાં જોઈએ. ગ્રામજનોના આક્રોશને ધ્યાનમાં રાખીને પોલીસ સામે મેવાણી સહિત સૌએ સ્ટેશનની બહાર વિરોધ પણ દર્શાવ્યો.

આ પણ વાંચો – Bhavnagar: અમિત શાહ વિપક્ષ પર જોરદાર બગાડ્યા

Scroll to Top