Bhavnagar: શહેરને હચમચાવી મુકનારા ACF શૈલેષ ખાંભલાના પરિવારની હત્યા કેસમાં Bhavnagar પોલીસે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. પોલીસે પ્રાથમિક પૂછપરછ અને મેળવેલા પુરાવાઓના આધારે જણાવ્યું છે કે આ ત્રિપલ મર્ડરની પાછળ પ્રેમ પ્રકરણ મુખ્ય કારણ તરીકે સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ, ACF શૈલેષ ખાંભલાનો ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતી એક મહિલા કર્મચારી સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધને કારણે કુટુંબમાં ચાલી રહેલા મતભેદો ઉગ્ર બન્યા હતા. અંતે આ જ સંબંધ પત્ની અને બે સંતાનોની નિર્દય હત્યા સુધી પહોંચ્યો હોવાનો ખુલાસો થયો છે.
ACFની પ્રેમિકાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. પ્રેમિકાનો આ સમગ્ર ઘટનામાં સીધો કે પરોક્ષ સંબંધ છે કે નહીં, તે અંગે પોલીસ વિગતવાર પૂછપરછ કરી રહી છે. હાલ સુધી પ્રેમિકાના સ્ટેટમેન્ટના આધારે મહત્વપૂર્ણ વિગતો પોલીસને મળી હોવાનું સૂત્રો જણાવે છે. ભાવનગર પોલીસે શૈલેષ ખાંભલાને કોર્ટમાં રજુ કરતા 7 દિવસના પોલીસ રિમાન્ડની મંજૂરી મળી છે. રિમાન્ડ દરમિયાન હત્યાના હેતુ, ઘટનાક્રમ, ઉપયોગમાં લેવાયેલા હથિયારો અને ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો – Visavadar: ગોપાલ ઇટાલિયા સાથે રહેનારા લોકો દારૂ વેચે છે?



