Visavadar: ગોપાલ ઇટાલિયા સાથે રહેનારા લોકો દારૂ વેચે છે?

Visavadar

જૂનાગઢ જિલ્લામાં ચકચાર મચાવનાર એક મોટા ઓપરેશનમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે Visavadar-ભેંસાણ માર્ગ પરથી લાખો રૂપિયા કિંમતનો દારૂનો જથ્થો ઝડપ્યો છે. આ રેડ દરમિયાન 13 લાખથી વધુના મુદામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. દારૂ ઝડપાયાની કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પર નવા રાજકીય વાદળો ઘેરાયા છે. ઝડપી પાડવામાં આવેલા આરોપીઓમાંથી કેટલાક લોકોના સંબંધોને લઈને સોશિયલ મીડિયામાં વિવિધ પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે, જેમાં ગોપાલ ઇટાલિયાનું નામ જોડવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવે છે.

Visavadar ના ધારાસભ્ય સાથે આરોપીઓના નિકટના સંબંધો હોવાની ચર્ચાએ પણ નવા સવાલો ઊભા કર્યા છે. જો કે આ તમામ દાવાઓ અંગે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી મળી નથી. ગોપાલ ઇટાલિયાનું નામ સોશિયલ મીડિયા પર વકરી રહ્યું હોવા છતાં, AAP નેતાઓે આ મુદ્દે મૌન ધારણ કર્યું છે. સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષ બંને પર આક્રમક નિવેદનો આપવા માટે જાણીતી આ પાર્ટીનું અચાનક મૌન હોવું રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

આ પણ વાંચો – Manoj Panara: બેફામ ગાળો બોલતો વીડિયો થયો વાયરલ

Scroll to Top