પાટીદાર સમાજના આગેવાન Manoj Panara નો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. વીડિયોમાં Manoj Panara કેટલાક વ્યક્તિઓ સામે ખુલ્લેઆમ કડક શબ્દોમાં પ્રહાર કરતા જોવા મળે છે. સભામાં ખલેલ પહોંચાડનારાઓ અને તેના બાદ વીડિયો બનાવનારાઓને લઈ તેમણે આડકતરી રીતે અપશબ્દો સાથે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. વિડિયોમાં મનોજ પનારા કહેતા સાંભળાય છે કે તેઓ સમાજ સેવા માટે કાર્યરત છે અને એ માર્ગ પર કોઈ અવરોધ ઉભો ન કરે. “સમય તમારો, સ્થળ તમારો અને ટાઈમ તમારો – જો હું ત્યાં ના આવું તો કહેજો” કહી તેમણે પડકાર જાહેર કર્યો.
મનોજ પનારાનો સ્વર વીડિયોમાં ખૂબ કડક અને લડાયક જોવા મળ્યો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમુક લોકો તેમની સામે નકામી વાતો ફેલાવી રહ્યા છે અને તેઓ હવે આવું સહન કરવાના નથી. “લુખ્ખાઓને સ્ટેજ ન આપીએ એટલે રાત્રે અમને ફોન કરો છો” કહી તેમણે સ્પષ્ટ ચેતવણી આપી. વિડિયાના અંત ભાગમાં પનારા કહે છે કે સમાજના હિત માટે કાર્ય કરતાં હોવા છતાં, સામેના લોકો જ તેમની વિરુદ્ધ મુદો ઉભો કરી રહ્યા છે. આ કારણે તેઓ હવે “લડી લેવાના મૂડ” માં હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જણાય છે.
આ પણ વાંચો – Bhavnagar: ACF શૈલેષ ખાંભલાના પ્રેમ પ્રકરણનો પોલીસે ભાંડો ફોડ્યો!



