Bhavnagar: શહેરને હચમચાવી નાખનાર ACF પરિવાર હત્યા કેસમાં ભાવનગર પોલીસે કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોતાની પત્ની અને બે સંતાનોની હત્યા કરનાર આરોપી ACF ખાટકી શૈલેષ ખાંભલાએ પ્રેમ પ્રકરણને કારણે આ ભયાનક પગલું ભર્યું હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે.
આ પણ વાંચો – Patidar: મનોજ પનારા અને અલ્પેશ કથીરિયાના નિવેદન બાદ આગેવાન લાલઘૂમ
સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી ACF નું ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ ગેરકાયદે સંબંધ તેની વૈવાહિક જિંદગીમાં તણાવનું કારણ બન્યો હતો. વધતું વિવાદ અને સંબંધ બચાવવા માટેનાં પ્રયત્નો નિષ્ફળ જતા આરોપીએ કૃત્યને અંજામ આપ્યો હોવાનો પ્રાથમિક અંદાજ છે. ઘટનાક્રમને વધુ સ્પષ્ટ બનાવવા ભાવનગર પોલીસે આરોપીની પ્રેમિકાની પણ વિસ્તૃત પૂછપરછ કરી. પ્રેમ પ્રકરણ આ હત્યાનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે તપાસને વધુ મજબૂત બનાવવા અન્ય સાક્ષ્યો પણ એકત્રિત કરી રહી છે.
આ ગંભીર કેસની તપાસને ગતિ આપવા Bhavnagar કોર્ટે ACF ખાટકી શૈલેષ ખાંભલાને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ કર્યો. રિમાન્ડ દરમિયાન પોલીસે ઘટનાની યોજના, હત્યા પહેલા અને પછીના પરિસ્થિતિઓ તેમજ ટેક્નિકલ એવિડન્સ અંગે વધુ માહિતી મેળવવાની છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં રોષ ફેલાવ્યો છે. સરકારી ફરજ બજાવતા એક અધિકારીએ પોતાના પરિવાર સાથે કરેલા દગાને લઈને લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. નાગરિકો અને સમાજના આગેવાનો આરોપીને કડકથી કડક સજા મળવી જોઈએ તેવી માંગ ઉઠાવી રહ્યા છે.



