વાવની વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આ બેઠક પર કૂલ 70% મતદાન થયા હતા. ત્યારે હવા વાવના મતદાનના આંકડાઓ સામે આવ્યા છે. આ બેઠક પર કૂલ 2 લાખ 19 હાજર 234 લોકોએ મતદાન કર્યું. જેમા 1 લાખ 20 હજાર 601 પુરુષોએ 98 હજાર 633 મહિલાઓએ પણ કર્યું જંગી મતદાન કર્યું હતું. ઠાકોર અને ચૌધરી સમાજે ગામડાઓમાં સૌથી વધુ મતદાન કર્યું હતું. તમને જણાવી દઈએ કે 2022માં વાવ બેઠક પર 75.02% મતદાન થયું હતું.
https://www.youtube.com/watch?v=23-DmlFxm90
ત્રણેય ઉમેદવારનું ભાવિ EVMમાં સીલ થયું હતું. આગામી 23 તારીખે આ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. વાવમાં ખેલાયોલા ત્રિપાંખિયો જંગમાં કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત, ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ માવજી ચૌધરી મેદાને હતા. સમગ્ર ચૂંટણી દરમિયાન વાવમાં જ્ઞાતિવાદના મુદ્દે પ્રચારમાં રહ્યો હતો. ભાજપે ઠાકોરવાદના મુદ્દે છેલ્લે સુધી પ્રચાર કર્યો જ્યારે માવજીભાઈએ ચૌધરી સમાજના નામે મત માગ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસે બનાસની બેન ગેનીબેનનું નામ આગળ કર્યું હતું. આ ચૂંટણી અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી અને ગેનીબેનના રાજકીય ભાવિનો ફેંસલો થવાનો છે.
2022માં ગેનીબેનની જીત થઈ હતી
વાવ પેટાચૂંટણી માટે ભાજપે ઠાકોર સમાજના મોટા નેતા સ્વરૂપજીને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહને મેદાને ઉતાર્યા છે. ત્યાર વાવની પેટાચૂંટણી રશપ્રદ બની ગઈ છે. બંન્ને પક્ષનો ખેલ બગાડવા માટે અપક્ષ માવજી પટેલે ફોર્મ ભરીને ભાજપની મુશ્કેલી વધારી દિધી છે. આ બેઠક પર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.