Bihar ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ રાજકીય વિશેષજ્ઞો અને પાર્ટીઓમાં ખાસ ચર્ચાઈ રહેલ મુદ્દો છે—ગુજરાત જેવી રાજકીય સ્થિતિ બિહારમાં પણ જોવા મળી. 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જેમ AAP અને કોંગ્રેસ વચ્ચેની લડાઈએ ભાજપને બમ્પર જીત અપાવી, તેવી જ પરિસ્થિતિ બિહારમાં જન સ્વરાજ પાર્ટીના પ્રવેશથી સર્જાઈ છે. પ્રશાંત કિશોર (PK) દ્વારા સ્થપાયેલ જન સ્વરાજ પાર્ટીએ બિહારમાં 8 થી 10 ટકા જેટલા મતો મેળવ્યા, જે નવો રેકોર્ડ માનવામાં આવે છે. આ પાર્ટી પ્રથમ વખત ચૂંટણી લડી હોવા છતાં તેને મળેલા મત ટકાવારી રાજકીય સમીકરણોને બદલવા પૂરતા સાબિત થયા.
વિશેષજ્ઞોના મુજબ, જન સ્વરાજ પાર્ટીએ મહાગઠબંધનના મોટા પ્રમાણમાં મત કાપ્યા, જેના કારણે ઘણા વિસ્તારોમાં NDA ને સીધી ફાયદાની સ્થિતિ મળી. જે રીતે ગુજરાતમાં AAPના પ્રવેશથી કોંગ્રેસના મત ઘટ્યા અને આખરી ફાયદો ભાજપને મળ્યો હતો, એ જ રાજકીય ગણિત બિહારમાં પણ જોવા મળ્યું. જન સ્વરાજ પાર્ટીના મોટા પાયે મતવિભાજનને કારણે ઘણા સીટોમાં NDA આરામથી જીત મેળવી શક્યું. કઈક જગ્યાએ જન સ્વરાજ પાર્ટીના ઉમેદવારે 10–15 હજાર સુધી મત મેળવ્યા, જ્યારે મહાગઠબંધનનો ઉમેદવાર થોડા મતથી હારી ગયો.
આ પણ વાંચો – Bihar Election Result: સી. આર. પાટીલનું મોટું નિવેદન



