Bihar Election Result: બિહાર ચૂંટણી પરિણામો સામે આવ્યા પછી રાજકીય ખળભળાટ વચ્ચે ગુજરાત ભાજપના નેતાઓની ભૂમિકા ખાસ ચર્ચામાં રહી છે. આ ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાંથી અનેક નેતાઓને વિશેષ જવાબદારી સોંપી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી અને બિહાર ચૂંટણી પ્રભારી CR પાટીલની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહી હતી.
CR Paatil એ ચૂંટણી પરિણામોને લઈ કરેલા નિવેદનમાં જણાવ્યું કે “બિહારમાં NDA ની સરકાર બની રહી છે. આ જીત અમારા કાર્યકર્તાઓની છે.” તેમણે વધુમાં જણાવ્યું કે પાર્ટીએ જીત માટે ભારે મહેનત કરી હતી અને જમીનસ્તરે કાર્યકર્તાઓએ અવિરત પરિશ્રમ કરીને NDA ને મજબૂત બનાવ્યું. પાટીલના કહેવા મુજબ, “અમારી 160+ સીટો નક્કી હતી”, જે દર્શાવે છે કે ભાજપ અને NDA ને પોતાની રણનીતિ ઉપર પૂરતો વિશ્વાસ હતો. ગુજરાતના નેતાઓએ બિહારના વિવિધ વિસ્તારોમાં બેઠક વ્યવસ્થાથી લઈને પ્રચાર સુધી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂંટણીને ગતિ આપી.
મોટાં નેતાઓની ટીમવર્ક, પ્રચારની અસર અને સ્થાનિક કાર્યકર્તાઓની કાળજીપૂર્વકની મહેનતથી NDA ને બિહારમાં મજબૂત બહુમતી મેળવવામાં સફળતા મળી છે. CR પાટીલએ સ્પષ્ટ કર્યું કે આ સફળતા ટીમની છે અને દરેક કાર્યકર્તાએ આ જીતમાં સમાન યોગદાન આપ્યું છે. આ પરિણામો પછી ભાજપમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને ગુજરાતના નેતાઓની કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચો – BJP Gujarat: ભાજપ નેતાએ વીજ ચોરીના દંડ પર મંત્રીને લખ્યો પત્ર



