Haryana Terror Plot: હથિયારો સાથે ઝડપાયા આતંકીઓ

Haryana Terror Plot (2)

Haryana Terror Plot: દેશમાં ફરી એકવાર આતંકી નાપાક હલચલનો પર્દાફાશ થયો છે. ગુજરાત બાદ હવે હરિયાણાના ફરિદાબાદમાંથી એક મોટું આતંકી ષડયંત્ર બહાર આવ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને હરિયાણા પોલીસે સંયુક્ત રીતે ચલાવેલી આ કાર્યવાહી દરમિયાન 300 કિલોથી વધુ જ્વલનશીલ પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે.

Haryana Terror Plot માં મળતી માહિતી મુજબ, આ કાર્યવાહી દરમિયાન પોલીસે ડૉ. મુઝમ્મિલ નામના એક ડોક્ટરને ધરપકડ કરી છે. ડૉ. મુઝમ્મિલ જમ્મુ-કાશ્મીરના પુલવામાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેમના ઘરેથી એક AK-47 રાઇફલ, મોટી સંખ્યામાં કારતૂસો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.

આ પણ વાંચો – Rajkot: 10 હજાર કરોડના સહાય પેકેજથી ખેડૂતો નારાજ!

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ દરોડો ડૉ. આદિલ નામના અગાઉ ધરપકડ કરાયેલા શખ્સ પાસેથી મળેલી માહિતીના આધારે મારવામાં આવ્યો હતો. ડૉ. આદિલની પૂછપરછમાં ખુલ્યું કે ડૉ. મુઝમ્મિલ કેટલાક અન્ય રાજ્યોમાં પણ આતંકી નેટવર્ક ફેલાવવાની તૈયારીમાં હતો.

હાલ ગુજરાત, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં તપાસ તેજ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓ ડૉ. મુઝમ્મિલના કનેક્શન, ફંડિંગ સોર્સ અને વિસ્ફોટક સામગ્રીના ઉપયોગ અંગે માહિતી મેળવવામાં લાગી ગઈ છે. સુરક્ષા એજન્સીઓએ આ કાર્યવાહી બાદ ચેતવણી જારી કરી છે કે દેશમાં આતંકી તત્વો ફરીથી સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.

Scroll to Top