Film Promotion માટે ગુજરાતી સ્ટારકાસ્ટના જોખમી સ્ટંટ.. માનસી પારેખ અને રોનક કામદાર

Film Promotion માટે જોખમી સ્ટન્ટ કરવા ગુજરાતી સ્ટારકાસ્ટને ભારે પડ્યા છે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર, આવતીકાલે રીલિઝ થઈ રહેલી ફિલ્મ મિસરી માટે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા જઈ રહેલી અભિનેત્રી માનસી પારેખ અને ટીકુ તલસાણીયા સહિતના કલાકારોને જાહેર રોડ પર સ્પોર્ટ્સ બાઇક પર ખતરનાક સ્ટંટ કરવા બદલ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ચાલુ બાઇક પર ઊભા રહીને કરવામાં આવેલા આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં, અમદાવાદના ‘એ’ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કલાકારો અને ત્રણ બાઇક ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફિલ્મના કલાકારો ટિકુ તલસાણિયા, પ્રેમ ગઢવી અને જેસલ જાડેજા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

Scroll to Top