વાવ પેટા ચૂંટણીમાં બમ્મપર વોટીંગ, 70% થી વધુ મતદાન થતા નેતાઓ ગેલમાં

વાવ વિધાનસભાની પેટાચૂંટણીના જંગમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો મેદાને છે. જેમનું ભાવિ આજે 3 લાખ 10 હજાર 681 મતદારો EVMમાં સીલ કરશે. વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો પર મતદાન થઇ રહ્યું છે. જેમાં 97 જેટલાં સંવેદનસીલ મતદાન મથકો છે. જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વેબ કાસ્ટિંગ કેમેરા પણ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મતદાન પ્રક્રિયામાં કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે 1500 સુરક્ષા કર્મીઓ ખડેપગે છે. જેમાં 4 DySP, 8 PI અને 30 PSI સહિત પોલીસકર્મીઓ ખડેપગે છે.

5 ટકા ઓછુ મતદાન થતા નેતાના શ્વાસ અધ્ધર

વાવની પેટાચૂંટણીમાં શાંતિપૃર્ણ માહોલમાં મતદાન સમાપ્ત થઈ ગયું છે. સાંજે 6 વાગ્યે મતદાન પૂરૂ થતા 70 ટકા મતદાન થયું હતું. 2022ની વિધાનસભા કરતા 5 ટકા ઓછુ મતદાન થયું હતું. 5 ટકા ઓછુ મતદાન થતા નેતાની તકલીફમાં વધારો થયો છે. 23 તારીખે પરીણામ આવશે ત્યાર ખબર પડશે કે આ 5 ટકા ઓછુ મતદાન કયા નેતાને ફળ્યું.

70 ટકાથી વધુ મતદાન થયું શ્વાસ

પેટાચૂંટણીમાં 6 વાગ્યા સુધીમાં 70 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. કૉંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર મતદાન કરવા પહોંચ્યા હતા. ભાભરના અબાસણા ગામે ગેનીબેન ઠાકોર મતદાન કરવા પહોંચ્યા હતા. ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે બનાસકાંઠાના મતદારોએ કૉંગ્રેસને મત આપ્યા છે. લોકસભાની જેમ પેટાચૂંટણીમાં પણ મતદારો અમારી સાથે છે. અમારો વિજય નિશ્ચિત છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટાભાગના બુથો પર લાંબી લાઈનો હતી. ગેનીબેન ઠાકોરે 80 ટકા મતદાન થવાની આશા વ્યક્ત કરી હતી.

વાવ બેઠકોનો ઈતિહાસ

વાવ પેટાચૂંટણી માટે ભાજપે ઠાકોર સમાજના મોટા નેતા સ્વરૂપજીને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહને મેદાને ઉતાર્યા છે. ત્યાર વાવની પેટાચૂંટણી રશપ્રદ બની ગઈ છે. બંન્ને પક્ષનો ખેલ બગાડવા માટે અપક્ષ માવજી પટેલે ફોર્મ ભરીને ભાજપની મુશ્કેલી વધારી દિધી છે. આ બેઠક પર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.

 

 

 

 

Scroll to Top