ગુજરાતમાં કાયદાનું પાલન કરનાર પોલીસના જ એક કોન્સ્ટેબલની હત્યા કરી છે. સમગ્ર ઘટના એવી છે કે, અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરે વાહન ચલાવવા બાબતે બોલાચાલી થતાં MICA કોલેજના એક વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી હતી. આ વિદ્યાર્થીનો હત્યારો બીજો કાઈ નહીં પરંતુ અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વીરેન્દ્રસિંહ પઢિયારે હત્યા કરી હતી.
વીરેન્દ્રસિંહ પઢિયારે હત્યા કરી
આ વિદ્યાર્થીએ કારચાલકને ટકોર કરી હતી, પરંતુ કારચાલકે ઉશ્કેરાઈને વિદ્યાર્થી પર છરાથી હુમલો કર્યો હતો, આથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. છરાથી હુમલો કર્યા બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસ કર્મચારી પંજાબ ભાગી ગયો હતો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પંજાબથી વિરેન્દ્રસિંહની ધરપકડ કરી છે. વિરેન્દ્રસિંહ સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન વિભાગમાં નોકરી કરતો હતો. પોલીસ કર્મચારી એવો વિરેન્દ્ર હત્યા કરીને પંજાબ ભાગી ગયો હતો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પંજાબ પાસેથી ઝડપી લીધો છે. જેને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ લઈને આવી રહ્યા છે. આ સમગ્ર મામલે અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી હતી. અમદાવાદ જિલ્લા પોલીસ અને અલગ અલગ એજન્સીઓ સમગ્ર પ્રકરણમાં કામ કરી રહી હતી ત્યારે આ કેસમાં અનેક શંકા ઉપજાવનારા પ્રશ્નો હતા કારણ કે છેક સુધી સીસીટીવી ફૂટેજ મળ્યા ન હતા એની સાથે આરોપી કઈ કાર લઈને આવ્યો હતો તે પણ નક્કિ થતું ન હતું.
શંકાને આધારે એક કારનો પીછો કર્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ દરમિયાન એક મહત્વની કડી મળી અને આ કડીના આધારે તેઓ એક વ્યક્તિને શોધી રહ્યા હતા. શંકાને આધારે એક કારનો પીછો કરી રહ્યા હતા. જે કારનું લોકેશન પંજાબ તરફ હોવાનું જાણવા મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને કારને રોકીને તપાસ કરતાં આ કાર સરખેજ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારી લઈને નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું.