Pakistan નું પ્રેમી યુગલ કચ્છના જંગલમાંથી મળી આવ્યું

Pakistan

કચ્છના સરહદી વિસ્તારમાં આવેલ ખડીર પાસેના રતનપર ગામમાં એક શંકાસ્પદ Pakistan યુગલ ઝડપાયું હોવાની ચકચાર મચી ગઈ છે. ગામના લોકોએ બંનેને જંગલ વિસ્તારમાં લાકડા કાપતા જોવા મળ્યા બાદ પકડીને પોલીસને સોંપ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં બંનેએ પોતાને પાકિસ્તાનના થરપારકર વિસ્તારના વતની અને પ્રેમી પંખીડા તરીકે ઓળખાવ્યા હોવાનો દાવો કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, બંનેએ રાતોરાત સરહદ ઓળંગીને કચ્છના વાગડ વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં, ખડીર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ બંને પાસેથી મળેલા દાવાની સચ્ચાઈ ચકાસી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, હાલ સુધી કોઈ પણ પાકિસ્તાની ઓળખનો પુરાવો કે દસ્તાવેજ હાથ લાગ્યો નથી. છતાં બંને સતત “અમે Pakistan થી આવ્યા છીએ” એવો દાવો કરી રહ્યા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ખડીરના જંગલ વિસ્તારમાં લાકડા લેવા ગયેલા કેટલાક લોકોએ યુગલને અપરિચિત હુલિયા અને ભાષા સાથે જોયા બાદ શંકા વ્યક્ત કરી, ત્યારબાદ બંનેને પકડીને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. હાલમાં બંનેની ઓળખ અને તેમની હકીકત જાણવા માટે ઈન્ટેલિજન્સ તથા સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ ગઈ છે. આ ઘટના બાદ સરહદી સુરક્ષા અંગે ફરી એકવાર ચર્ચા ઉઠી છે કે થરપારકર તરફથી લોકો કેવી રીતે સરહદ ઓળંગી કચ્છ સુધી પહોંચી શકે છે? તપાસના અંતિમ અહેવાલ સુધી, પોલીસે બંનેને કસ્ટડીમાં રાખી વધુ પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો – Patidar Samaj: સુરતમાં યોગીચોક ખાતે મોટી બેઠક

Scroll to Top