શું ચેમ્પિયન્સ ટ્રોફી સંપૂર્ણપણે પાકિસ્તાનમાં યોજાશે? શું ICC ટીમ ઈન્ડિયા વગર પાકિસ્તાનમાં ટૂર્નામેન્ટનું આયોજન કરશે? શું પાકિસ્તાન હાઇબ્રિડ મોડલ માટે સંમત થશે? શું પાકિસ્તાન પાસેથી હોસ્ટિંગના અધિકારો છીનવીને સમગ્ર ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં રમાશે? છેલ્લા 3 થી 4 દિવસમાં આ તમામ પ્રશ્નો સમગ્ર ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાઈ ત્યારથી હોબાળો મચી ગયો છે કારણ કે પાકિસ્તાન પણ પોતાના સ્ટેન્ડ પર અડગ છે. આવી સ્થિતિમાં આઈસીસી હજુ સુધી કોઈ નિર્ણય લઈ શકી નથી. ICCએ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમો સાથે વાત કરી હતી. રિપોર્ટ અનુસાર ટૂર્નામેન્ટના શેડ્યૂલને લઈને થઈ હતી.
શિડ્યુલ પર અંતિમ મંજૂરી આપવામાં આવી નથી.
ICC ટુર્નામેન્ટમાં રમી રહેલી બધી ટીમો સાથે વાતચીત કરી રહી છે. આ વાતચીતમાં મુખ્યત્વે ટૂર્નામેન્ટના શિડ્યુલને લઈને થઈ રહી છે. લગભગ 2-3 મહિના પહેલા પાકિસ્તાને તેની તરફથી એક કાર્યક્રમનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાની તમામ મેચ લાહોરમાં રાખવામાં આવી હતી જેથી ભારતીય ટીમ પાકિસ્તાન આવે અને તેને સુરક્ષાની ચિંતા ન કરવી પડે. જો કે હજુ સુધી આ શિડ્યુલ પર અંતિમ મંજૂરી આપવામાં આવી નથી.
ICCએ અન્ય ટીમો સાથે વાતચીત કરી
આઇસીસીએ બીજો પ્લાન તરીકે દક્ષિણ આફ્રિકામાં ટુર્નામેન્ટનું આયોજન કરવાની યોજના બનાવી છે. એટલે કે, જો પાકિસ્તાન હાઈબ્રિડ મોડમાં ઈવેન્ટનું આયોજન કરવા તૈયાર નથી, તો સમગ્ર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવશે. મીડિયા અહેવાલમાં આઈસીસીના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે હાલમાં આવા કોઈ મુદ્દા પર ચર્ચા થઈ નથી. હાલમાં ICC દક્ષિણ આફ્રિકામાં ટૂર્નામેન્ટનું આયોજન કરવાની યોજના ધરાવતું નથી અને તેથી આ મુદ્દે હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી.
2019ના વલ્ડકપમાં પાકિસ્તાન ભારતમાં આવ્યું હતું
ભારત અને પાકિસ્તાને 2012 થી દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. પરંતુ તેઓ ગયા વર્ષે ભારતમાં યોજાયેલા ODI વર્લ્ડ કપ સહિત ICC ટૂર્નામેન્ટમાં એકબીજાનો સામનો કરી ચૂક્યા છે. નોંધનીય છે કે ગયા વર્ષે પાકિસ્તાન દ્વારા આયોજિત એશિયા કપને પણ હાઇબ્રિડ મોડલમાં બદલવામાં આવ્યો હતો. કારણ કે ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ભારતે તેની તમામ મેચ શ્રીલંકામાં રમી હતી.