Leh માં રાજ્યના દરજ્જાની માંગ સાથે ભાજપ કાર્યાલયને ફૂંકી માર્યું

Leh

Leh: નેપાળ બાદ હવે લદ્દાખના લેહમાં જનઆક્રોશ ઉઠ્યો છે. અહીં Gen-Zના યુવાનો ઉગ્ર બનીને રસ્તા પર ઊતરી આવ્યા. પ્રદર્શન દરમિયાન તેમણે ભાજપ કાર્યાલયને આગ ચાંપી દીધી હોવાની માહિતી સામે આવી છે.

Leh: લદ્દાખના જાણીતા પર્યાવરણવિદ તથા સમાજસેવક સોનમ વાંગચુક છેલ્લા 15 દિવસથી ભૂખહડતાળ પર છે. તેમના નેતૃત્વ હેઠળના વિદ્યાર્થીઓ અને યુવાનો ચાર મુખ્ય માગણીઓ સાથે પ્રદર્શન કરી રહ્યા છે:

  1. લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો જોઈએ.

  2. છઠ્ઠી અનુસૂચિ હેઠળ બંધારણીય રક્ષણ આપવું જોઈએ.

  3. કારગિલ અને લેહ માટે અલગ લોકસભાની સીટ બનાવવી જોઈએ.

  4. સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકોની ભરતી ફરજીયાત થવી જોઈએ.

આ પણ વાંચો – Godhra: પોલીસ મથક પર ફરી હુમલા!

આંદોલનને સમર્થન આપવા માટે સેકડો સ્થાનિક લોકોએ લેહમાં રેલી કાઢી હતી. રેલી દરમિયાન પ્રદર્શનકારીઓએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિસ્થિતિ તંગ બનતાં કેટલાક યુવાનોએ CRPFની ગાડીને આગ ચાંપી દીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું.

લદ્દાખમાં આ વિરોધ ધીમે ધીમે ઉગ્ર બનતો જાય છે. કેન્દ્ર સરકાર સામે Gen-Zના યુવાનો ખુલ્લા વિરોધે ઉતર્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમની માંગણીઓને ગંભીરતાથી ન લેવાય તો આંદોલન વધુ પ્રચંડ સ્વરૂપ ધારણ કરી શકે છે.

Scroll to Top