IPLનો મેગા ઓક્શન અગામિ તારીખ 24 અને 25 નવેમ્બરે યોજાવાની છે. સાઉદી અરેબિયાનું જેદ્દાહ શહેરમાં IPLનો મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. આ પહેલા IPL ટીમો પોતાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈના 17 વર્ષીય બેટ્સમેન આયુષ મ્હાત્રેને ટ્રાયલ માટે બોલાવ્યો હતો. આયુષ મ્હાત્રે રણજી ટ્રોફીમાં ખુબ સારૂ પ્રદર્શન કર્યું હતું . મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચેન્નાઈના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ટીમના સ્કાઉટ્સ આયુષ મ્હાત્રેથી ખૂબ જ પ્રભાવિત થયા છે.
ઓક્શન પહેલા ટ્રાયલ માટે બોલાવવામાં આવ્યા
ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ક્રિકેટ એસોસિએશનને આયુષ મ્હાત્રને ટ્રાયલ માટે મુંજરી આપી હતી. સંભાવના છે કે આયુષ મ્હાત્રેની ટ્રાયલ IPL મેગા ઓક્શન પહેલા થઈ શકે છે. આ સિઝનમાં આયુષ મ્હાત્રેએ મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. લખનૌમાં ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે મેચ રમી હતી. અત્યાર સુધી આ ખેલાડીએ 5 ફર્સ્ટ ક્લાસ મેચમાં 35.66ની એવરેજથી 321 રન બનાવ્યા છે. હાલમાં જ આયુષ મ્હાત્રેએ રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્ર સામે 176 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
સીઈઓ કાસી વિશ્વનાથે MCA સેક્રેટરીને ઈમેલ કર્યો
ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાસી વિશ્વનાથને MCA સેક્રેટરી અભય હડપને ઈમેલ કર્યો છે. આ મેલ દ્વારા તેણે એમસીએ સેક્રેટરી અભય હડપને આયુષ મ્હાત્રેને ટ્રાયલ માટે પરવાનગી આપવા વિનંતી કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાસી વિશ્વનાથને તેમના મેલમાં લખ્યું છે – ચેન્નાઈ સુપર કિંગ્સની પસંદગી ટ્રાયલ 17 નવેમ્બરથી 22 નવેમ્બર, 2023 દરમિયાન ચેન્નાઈના CSKHPC નવલુર મેદાન પર યોજાશે.એમસીએને આયુષ મ્હાત્રેને ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી આપવા વિનંતી કરીએ છીએ.
સિરીઝ 1-1 થી બરાબર
અક્ષર પટેલ રિંકુ સિંહ અને તિલક વર્મા જેવા બેટ્સમેનોએ ભારતીય ટીમ માટે ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. જો કે તિલક વર્માને સારી શરૂઆત મળી છે પરંતુ તે સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો છે. આ સિવાય રિંકુ સિંહ ફિનિશર તરીકે સફળ રહ્યો નથી. ત્રીજી T20 મેચમાં ભારતીય બેટ્સમેનોએ પોતાની રમતમાં સુધારો કરવો પડશે જેથી તેઓ દક્ષિણ આફ્રિકા સામે સારો સ્કોર બનાવી શકે.