મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના બટોગે તો કટોગેના નારાથી રાજકીય ગરમાવો વધી ગયો છે. જ્યારે સીએમ યોગી હિંદુઓને તેમના નારા સાથે એક થવાની અપીલ કરી રહ્યા છે. ત્યારે વિપક્ષનો આરોપ છે કે યોગી આદિત્યનાથ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે તિરાડ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન સીએમ યોગીના નિવેદન પર રાધે માની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે યોગી આદિત્યનાથના નિવેદનનું સમર્થન કર્યું છે.
યોગી આદિત્યનાથના કર્યા વખાણ
બીજેપીના આ નારાની સાથે રાધે માએ એક હૈ તો સેફના નારાને પણ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે સાવરણી ભેગી થાય છે ત્યારે
તેનામાં તાકાત આવે છે. રાધે માએ કહ્યું કે હું પીએમ મોદી અને સીએમ યોગીના નિવેદનો સાથે સંપૂર્ણ રીતે સહમત છું. જો તમે ભાગ પાડો તો તમારા ભાગલા પડી જશે અને જો એક હશે તો તે સલામત છે તે એકદમ યોગ્ય છે. રાધેમાં મુંબઈના બોરીવલીમાં રહે છે. રાધેમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. રાધે માના દરબારની ટીકા થઈ રહી છે, પરંતુ દાવો કરવામાં આવે છે કે તેમના ભક્તો ઘટવાને બદલે વધ્યા છે. રાજ્યમાં ચૂંટણીઓ વચ્ચે તેમના નિવેદનથી તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર નવા સીએમ અંગે અમિત શાહેએ સંકેત આપ્યા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની નજીક આવી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં ભાજપનો ઢંઢેરો જાહેર કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચીફ ચંદ્રશેખર બાવનકુલે, મુંબઈ ભાજપ ચીફ આશિષ શેલાર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને પાર્ટીના અન્ય નેતાઓ હાજર હતા. મહાયુતિના મુખ્યમંત્રીપદના ચહેરા પર પત્રકારે સવાલ કર્યો તો ટોણો મારતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમે શરદ પવારજીને કોઈ તક નહીં આપીએ.