Nepal Protest: સરકારના કાબુ બહાર છે દેશ

Nepal Protest

Nepal Protest: નેપાળમાં ચાલી રહેલા Gen-Z આંદોલનએ અંતે ઐતિહાસિક વળાંક લીધો છે. લાંબા સમયથી ચાલી રહેલા આંદોલન અને વધતી હિંસક ગતિવિધિઓ વચ્ચે દેશમાં સત્તાપલટો થયો છે. પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીનું શાસન હવે ખતમ થઈ ગયું છે અને સત્તા સેનાએ સંભાળી લીધી છે. નેપાળના આર્મી ચીફ અશોક રાજ સિગડેલે જાહેરાત કરી છે કે હિંસક પ્રવૃત્તિઓને રોકવા અને કાયદો-વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે હવે સેનાએ સીધી કમાન પોતાના હાથમાં લીધી છે.

રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર

સ્રોત અનુસાર, Nepal Protest માં આંદોલનકારીઓ અને સેના વચ્ચે નવી સરકાર ગઠન અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. દેશમાં વિશ્વાસનું સંકટ ઊભું થતાં સંસદ, રાષ્ટ્રપતિ નિવાસ અને સુપ્રીમ કોર્ટ જેવી મહત્વપૂર્ણ સંસ્થાઓને આંદોલનકારીઓએ સળગાવી નાખી હતી. અંદાજ છે કે સુપ્રીમ કોર્ટની પૂર્વ ન્યાયાધીશ સુશીલા કાર્કીને નવી પ્રધાનમંત્રી તરીકે પસંદ કરવામાં આવી શકે છે. જો આવું બને તો નેપાળના ઇતિહાસમાં પહેલીવાર એક મહિલા પૂર્વ ન્યાયાધીશ દેશનું નેતૃત્વ સંભાળશે.

આ પણ વાંચો – Kirtidan Gadhvi: કલાકો સુધી એરપોર્ટ પર અટવાયા કેમ?

આંદોલનનું કારણ

Nepal Protest માં Gen-Z આંદોલનની મુખ્ય માંગ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની હતી. યુવાનોમાં સરકાર પ્રત્યે ભારે અસંતોષ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર ભારે વિરોધ દર્શાવતા આંદોલનકારીઓ રસ્તા પર ઉતર્યા હતા. પરંતુ હવે તાજા પગલાં સાથે સરકારે સોશિયલ મીડિયા પર તાત્કાલિક પ્રતિબંધ પણ લગાવી દીધો છે. સેનાના હાથમાં સત્તા જતા નેપાળનું ભવિષ્ય અનિશ્ચિત બની ગયું છે. રાજકીય પક્ષો, આંદોલનકારીઓ અને સેના વચ્ચેના ત્રિકોણીય સમીકરણો હવે દેશના આગામી માર્ગને નક્કી કરશે.

 

Scroll to Top