Kirtidan Gadhvi: કલાકો સુધી એરપોર્ટ પર અટવાયા કેમ?

Kirtidan Gadhvi

ગુજરાતના લોકપ્રિય ગાયક Kirtidan Gadhvi ને એર ઈન્ડિયા ફ્લાઈટમાં મોટો કડવો અનુભવ થયો છે. તેઓ મુંબઈથી એટલાન્ટા શો માટે જવાના હતા, ત્યારે ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા મુશ્કેલી ઉભી થઈ. માહિતી મુજબ, ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ ટેક્નિકલ સમસ્યા ઉભી થઈ હતી, જેના કારણે એરક્રાફ્ટને દોઢ કલાક બાદ ફરી મુંબઈ એરપોર્ટ પર જ લેન્ડિંગ કરાવવું પડ્યું. આ ઘટનાને કારણે કલાકો સુધી મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતા.

Kirtidan Gadhvi એ આ સમગ્ર હકીકત સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમના કહેવા મુજબ, લાંબા સમય સુધી રાહ જોવી પડી અને આખરે તેમને બીજી ફ્લાઈટ મળી. આ અચાનક બનેલી ઘટનાએ માત્ર કીર્તિદાન ગઢવી જ નહીં, પરંતુ અન્ય અનેક મુસાફરોને પણ મુશ્કેલીમાં મૂકી દીધા હતા.

આ પણ વાંચો – Gujarat: વિધાનસભામાં ક્યાં ક્યાં મુદ્દે થઇ શકે ચર્ચાઓ


 

Scroll to Top