GST Council એ લીધો ઐતિહાસિક નિર્ણય

GST Council
  • GST હવે ફક્ત બે સ્લેબ: 5% અને 18%

  • દૂધ, રોટલી, પીત્ઝા બ્રેડ જેવી ખાદ્ય વસ્તુઓ – GST મુક્ત

  • હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ – ટેક્સ ફ્રી

  • લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો – 40% GST

  • અમલ તારીખ: 22 સપ્ટેમ્બર, 2025

સામાન્ય જનતાને રાહત આપવા માટે GST Council એ ઐતિહાસિક નિર્ણય લીધો છે. કાઉન્સિલની 56મી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે હવે દેશમાં ફક્ત બે GST સ્લેબ રહેશે – 5% અને 18%. અગાઉની જેમ ચાર અલગ-અલગ સ્લેબની જટિલતા દૂર કરવામાં આવી છે.

શું થશે સસ્તુ?

નવી વ્યવસ્થાથી સાબુ, શેમ્પૂ, એસી, કાર જેવી આવશ્યક ચીજવસ્તુઓ સસ્તી થશે. સામાન્ય ઘરેલુ વપરાશની વસ્તુઓ પર કરનો બોજ ઘટતા ગ્રાહકોને સીધી અસર થશે.

આ પણ વાંચો – Ribda: અનિરુદ્ધસિંહના સમર્થનમાં સભા યોજાશે

શું રહેશે GST મુક્ત?

નાણામંત્રી Nirmala Sitharaman જાહેરાત કરી કે અનેક આવશ્યક ખાદ્ય ચીજો GST મુક્ત જ રહેશે. તેમાં મુખ્યત્વે:

  • દૂધ

  • રોટલી

  • પીત્ઝા બ્રેડ

  • અન્ય મૂળભૂત ખાદ્ય ચીજો

સાથે જ, હેલ્થ ઈન્શ્યોરન્સ અને લાઈફ ઈન્શ્યોરન્સ પર પણ ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય મધ્યમવર્ગ અને આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકોને મોટી રાહત આપે છે.

લક્ઝરી અને હાનિકારક ચીજવસ્તુઓ પર વધારાનો ભાર

બીજી તરફ, લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર 40% GST લાદવામાં આવશે. આ પગલું એવા ઉત્પાદનોના વપરાશને નિરુત્સાહિત કરવા માટે છે, જે આરોગ્ય અને સમાજ માટે હાનિકારક માનવામાં આવે છે.

ક્યારે લાગુ થશે નવા સ્લેબ?

GST Council ના આ નવા દરો નવરાત્રીના પહેલા દિવસથી, એટલે કે 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે.

આ સુધારાઓના ત્રણ મુખ્ય હેતુ છે:

  1. સામાન્ય માણસને રાહત — આવશ્યક ચીજો સસ્તી થવી.

  2. આરોગ્ય સેવાઓને પ્રોત્સાહન — ઈન્શ્યોરન્સ અને મેડિકલ સાથે જોડાયેલી ચીજો પર કરમાં રાહત.

  3. હાનિકારક ચીજો પર નિયંત્રણ — તમાકુ જેવા ઉત્પાદનો પર વધારે કર લગાવી તેમના ઉપયોગને અટકાવવાનો પ્રયાસ.

Scroll to Top