કાર્તિક આર્યન બોક્સ ઓફિસનો કિંગ, Bhool Bhulaiyaa 3એ 200%થી વધુનો નફો કમાઈ

કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 એ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી છે. ફિલ્મે 10 દિવસમાં તોંતિગ 200 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે બંન્ને વીકેન્ડમાં 100 કરોડનો બિઝનેસ કર્યો હતો.

સાંજ સુધીમાં 218.66 કરોડ રૂપિયાની કમાણી કરી

કાર્તિક આર્યનની ફિલ્મે 10માં દિવસે 18.10 કરોડ રૂપિયાની કમાણી સાથે કુલ 216.76 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મની 11મા દિવસની કમાણીના પ્રારંભિક આંકડા પણ સેકનિલ્ક પર આવી ગયા છે.સાંજે 5:40 વાગ્યા સુધી ફિલ્મે 1.9 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મની કુલ કમાણી 218.66 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ આંકડા અંતિમ નથી. હવે આમાં ફેરફાર થઈ શકે છે.

212%નો નફો કર્યો

રિપોર્ટ્સ અનુસાર ભૂલ ભૂલૈયા 3, 150 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણીની વાત કરીએ તો સેકનિલ્કના જણાવ્યા અનુસાર 10 દિવસમાં 314.80 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એટલે કે ફિલ્મે લગભગ 212% નો નફો કર્યો છે.

સિંઘમ અગેઇનની કમાણીમાં ઘટાડો

કાર્તિક આર્યનની ભૂલ ભૂલૈયા 3 સાથે અજય દેવગનની સિંઘમ અગેઇન પણ દિવાળી પર રિલીઝ થઈ હતી. આ ક્લેશના શરૂઆતના દિવસોમાં અજય દેવગનની ફિલ્મ આગળ હોય તેવું લાગતું હતું, પરંતુ જેમ જેમ દિવસો આગળ વધતા ગયા તેમ તેમ કાર્તિક આર્યનની ફિલ્મે અજય દેવગનની ફિલ્મને પાછળ છોડી દીધી છે. સિંઘમ અગેઇનનું બજેટ 350 કરોડ છે અને હાલમાં આ ફિલ્મ વિશ્વભરમાં માત્ર 315 કરોડની કમાણી કરી શકી છે. એટલે કે જ્યાં કાર્તિકની ફિલ્મ 200 ટકાથી વધુ નફાકારક છે. જ્યારે અજયની ફિલ્મને બજેટ સુધી પહોંચવા માટે 35-40 કરોડ રૂપિયાની કમાણી કરવી પડશે.

Scroll to Top