ગુજરાતના રાજકીય મંચ પર મંત્રીમંડળના વિસ્તરણ અંગે તીવ્ર ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah એ મુંબઈથી આપેલા સંકેતોએ ચર્ચાને વધુ તીવ્ર બનાવી છે. રાજુલાના વેટરન નેતા અને હાલના રાજ્ય મંત્રી પરષોત્તમ સોલંકી વિશે છેલ્લા કેટલાક દિવસોથી અફવા ચાલી રહી હતી કે તેઓ મંત્રીપદ ગુમાવી શકે. પરંતુ મુંબઈના અંધેરી વિસ્તારમાં તેમના નિવાસસ્થાને યોજાયેલા ગણેશ મહોત્સવમાં Amit Shah ની હાજરીએ રાજકીય સંકેત બદલ્યા છે.
આ પણ વાંચો – Gopal Italia: સભામાં યુવકે માઈક લઈને સવાલ કર્યો
ગણેશ મહોત્સવ પ્રસંગે અમિત શાહ સાથે મહારાષ્ટ્રના ઉપમુખમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. ફડણવીસે પરષોત્તમ સોલંકીના આશીર્વાદ લીધા અને આ પ્રસંગે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ હાજર રહ્યા હતા. આ તસવીરો અને દ્રશ્યો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે.



