Rajkot જિલ્લામાં એક અજ્ઞાત ઝેરી જંતુનો આતંક ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ જંતુના કરડવાથી અનેક લોકો બીમાર પડ્યા છે, જ્યારે 2 લોકોના મોત પણ થયા હોવાની પુષ્ટિ થઈ છે.
ક્યાં ક્યાં કેસ સામે આવ્યા?
-
Rajkot જિલ્લામાં જેતપુર સહિતના વિસ્તારોમાં જંતુનો ત્રાસ જોવા મળી રહ્યો છે.
-
પાટણવાવમાં 5 એક્ટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 2 લોકોના મોત થયા.
-
અત્યાર સુધીમાં કુલ 11 કેસ સામે આવ્યા છે.
-
ધોળીધારમાં 4 કેસ નોંધાયા છે.
-
ઉમરાળીમાં 1 કેસ સામે આવ્યો છે.
આ પણ વાંચો – Donald Trump: રાષ્ટ્રપતિએ ભારતની યાત્રા કેમ કરી રદ્દ?
જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં ભારે દહેશતનો માહોલ છે. અજ્ઞાત ઝેરી જંતુના કરડવાથી અચાનક તાવ, સોજો અને ઝેરી અસર ફેલાતી હોવાની વિગતો સામે આવી છે. સ્થાનિક આરોગ્ય તંત્રને સાવચેત કરવામાં આવ્યું છે અને હોસ્પિટલોમાં સારવાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તબીબોની ટીમોને ગામડે મોકલવામાં આવી રહી છે. લોકોને ઘરની બહાર ખાસ કરીને રાત્રિ સમયે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.



