Foreign માં નોકરી કરવા જવાનું સપનું અનેક યુવાઓ જોતા હોય છે, પરંતુ ક્યારેક એ સપનું લાલ બત્તી સમાન કિસ્સો સાબિત થાય છે. બોટાદ જિલ્લાના બરવાળાનો એક યુવક મોઝામ્બિકમાં શોષણનો ભોગ બનીને પરત ફર્યો છે. યુવકે ભારત આવીને સનસનીખેજ ખુલાસા કર્યા છે.
કેવી રીતે થયો દગો?
-
બરવાળાના સરફરાજ ચુડસરા નામના યુવકને પોરબંદરના એજન્ટ શકિલ ખલીફા મારફતે મોઝામ્બિક મોકલાયો.
-
એજન્ટે 1000 ડોલર પગાર અને ફેમીલી વિઝા આપવાનો વાયદો કર્યો હતો.
-
8 મહિના પહેલા એજન્ટે રૂપિયા લઈ યુવકને વિદેશ મોકલ્યો.
-
મોઝામ્બિક પહોંચતા જ એજન્ટે સંપર્ક તોડી દીધો.
આ પણ વાંચો – Amit Chavda એ વોટચોરીના પુરાવા સાથે કર્યા આરોપ
Foreign માં યુવકના જણાવ્યા મુજબ –
-
તેને પૂરો પગાર મળ્યો જ નહીં.
-
જમીન પર સૂવું પડતું, જમવાની યોગ્ય વ્યવસ્થા નહોતી.
-
ફેમીલી વિઝાની વાત ખોટી સાબિત થઈ.
-
કંપનીના માલિક જાકીભાઈ મેમણએ પાસપોર્ટ જપ્ત કરીને યુવકને બંદી બનાવી દીધો.
સરફરાજ ચુડસરાએ દાવો કર્યો કે –
-
મોઝામ્બિકમાં હજી પણ ઘણા ભારતીય યુવકો ફસાયેલા છે.
-
તેમને પગાર વિના મફત કામ કરાવવામાં આવે છે.
-
અનેક યુવાનો શોષણનો ભોગ બની રહ્યા છે.



