અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં મોટો વળાંક આવ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ આ વર્ષે યોજાનારી ભારત યાત્રા રદ્દ કરી દીધી છે. તેઓ Quad Summit માટે આવવાના હતા, પરંતુ હવે “no longer has plans” એટલે કે કોઈ યોજનાઓ નથી એવું સ્પષ્ટ થયું છે.
વેપાર વાટાઘાટો પણ અટકી ગયા
ટ્રમ્પની યાત્રા રદ્દ થવા સાથે જ યુ.એસ.–ભારત વેપાર કરાર (Bilateral Trade Agreement) માટે ચાલતી વાટાઘાટો પર પણ સીધી અસર પડી છે. અમેરિકન વાણિજ્ય વિભાગની ટીમ 25 થી 29 ઑગસ્ટ દરમિયાન દિલ્હી આવવાની હતી, પરંતુ આ મુલાકાત પણ રદ્દ કરી દેવામાં આવી છે. નવી તારીખ હજી જાહેર કરવામાં આવી નથી.
તણાવનું કારણ શું?
- અમેરિકાએ ભારતના કૃષિ નીતિઓ અને રશિયન તેલની ખરીદી અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી.
- તાજેતરમાં અમેરિકા દ્વારા શુલ્ક (tariffs) લગાવવાના નિર્ણય બાદ સંબંધોમાં ઠંડક આવી છે.
- આ કારણે રક્ષણ ક્ષેત્રના કરારો અને વેપાર સમજૂતીઓ પર પણ અસર જોવા મળી રહી છે.
આ પણ વાંચો – Arvind Ladani: જવાહર ચાવડા પર કરોડોનો ભ્રષ્ટાચારનો આરોપ!
આગળ શું?
આ તાજા વળાંકને કારણે ભારત–અમેરિકા સંબંધો નવા તણાવના તબક્કે પહોંચી શકે છે. Quad Summit માટે ભારત પર મોટો રાજકીય સંદેશો જશે અને વેપાર કરાર પણ લાંબા સમય માટે અટકી શકે છે.



