– ખુશી કપુરે 24મો જન્મદિવસ ઉજવ્યો હતો
– લોકોએ કહ્યું કે સગાઈ કરી
– ખુશી કપૂરે બોયફ્રેન્ડના નામનું બ્રેસલેટ પહેર્યું
Khushi Kapoor: બોની કપૂર અને શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પોતાના અંગત જીવનને કારણે ખુબ ચર્ચામાં છે. મીડિયા અહેવાલ અનુચાર આર્ચીઝ કો-સ્ટાર વેદાંગ રૈનાને ડેટ કરી રહી છે અને બંને ઘણીવાર સાથે જોવા મળે છે. આટલું જ નહીં વેદાંગે તાજેતરમાં ખુશી કપૂરના જન્મદિવસની ઉજવણીમાં પણ હાજરી આપી હતી. હવે ખુશીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે વેદાંગના નામનું બ્રેસલેટ પહેર્યું છે. લોકો આ પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યા છે કે તેમણે તેમના સંબંધોને ઓફિશિયલ કરી દીધા છે.
ખુશી કપૂરે બોયફ્રેન્ડના નામનું બ્રેસલેટ પહેર્યું
લગભગ એક અઠવાડિયા પહેલા ખુશી કપૂર અને વેદાંગ રૈનાએ ગયા મહિને માલદીવમાં તેમની રજાઓની તસવીરો શેર કરી હતી. તસવીરો જોઈને સ્પષ્ટ થાય છે કે બંનેએ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી દ્વારા ઓનલાઈન શેર કરવામાં આવેલી ઘણી તસવીરોમાં તે લાલ બિકીનીમાં જોવા મળી રહી છે. આ ફોટોમાં ખુશીના બ્રેસલેટે તેની બિકીની કરતાં પણ વધુ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
ખુશી કપુરે 24મો જન્મદિવસ ઉજવ્યો હતો
જો તમે તે ફોટામાં ખુશીના બ્રેસલેટને ઝૂમ કરો તો તમે જોશો કે તેના પર વેદાંગનું નામ લખેલું છે. આ જોયા પછી ચાહકોએ ઈન્સટાગ્રામ પર msg કર્યા હતા. લોકોએ કહ્યું કે સગાઈ કરી નાખી. ખુશી કપુરે તાજેતરમાં જ તેનો 24મો જન્મદિવસ ઉજવ્યો હતો. વેદાંગે તેની પાર્ટીમાં પણ હાજરી આપી હતી. ખુશીએ તેના જન્મદિવસની ઉજવણીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ પાર્ટીમાં શનાયા કપૂર અને અંજિની ધવન પણ આવી હતી.