ગુલાબસિંહ રાજપુતે ભાજપને આપ્યું કમળ, જાણો સમગ્ર ઘટના

કોંગ્રેસનો માસ્ટર સ્ટોક

ગુલાબસિંહના સારથી બન્યા ગેનીબેન

 2022ની ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોર ગેનીબેન સામે 15, 601 મતથી હાર્યા હતા

 

વાવ પેટાચૂંટણીમાં મતદાન જેમ જેમ નજીક આવતું જાય છે તેમ તેમ રોજ નવા ધડાકા થાય છે. આ બેઠક પર ભાજપ કોંગ્રેસની સાથે સાથે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ પ્રચારમાં ધુમ મચાવી રહ્યા છે. આજે કોંગ્રેસ પ્રચાર તેજ કર્યો છે. કોંગ્રેસ ગામડે ગામડે જઈ લોકોને ગુલાબસિંહને મત આપે તે માટે પેરચાર કરી રહ્યા છે. જ્યારે સામે સાઈડ ભાજપે પણ વાવ જીતવા માટે ફોજ મેદાને ઉતાર્યા છે.

કોંગ્રેસનો માસ્ટર સ્ટોક

છેલ્લા દિવસે પ્રચારમાં કોંગ્રેસે માસ્ટર સ્ટોક કર્યો છે. કોંગ્રેસના નેતાઓએ ભાજપના કાર્યલઈમાં જઈ ભાજપના નેતાઓને ગુલાબનું ફૂલ આપ્યું હતું. રાજકિય નિરક્ષક માની રહ્યા છે કે કોંગ્રેસના આ સ્ટંટથી વાવમાં ગુલાબસિંહને ખુબ ફાયદો થવાની સંભાવના રહેલી છે. સાંસદ ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહે ભાજપના સી.જે.ચાવડા, સાંસદ મયંક નાયક જેવા દિગ્ગજનેતાને કમલનું ફૂલ આપી ચૂંટણી પ્રચાર કર્યો હતો.

ગુલાબસિંહના સારથી બન્યા ગેનીબેન

વાવમાં ભાજપ અને કાંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ભાજપના મોટાભાગના ધારાસભ્યો અને સાંસદો પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. તો વળી કોંગ્રેસ તરફથી બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રચારનો મોરચો સંભાળ્યો છે. આ ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપૂતના સારથી બન્યા છે.

વાવ બેઠકોનો ઈતિહાસ
વાવ પેટાચૂંટણી માટે ભાજપે ઠાકોર સમાજના મોટા નેતા સ્વરૂપજીને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહને મેદાને ઉતાર્યા છે. ત્યાર વાવની પેટાચૂંટણી રશપ્રદ બની ગઈ છે. બંન્ને પક્ષનો ખેલ બગાડવા માટે અપક્ષ માવજી પટેલે ફોર્મ ભરીને ભાજપની મુશ્કેલી વધારી દિધી છે. આ બેઠક પર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.

 

 

Scroll to Top