ભારતીય ટીમની હારનું કારણ બન્યો આ બોલર

દક્ષિણ આફ્રિકાએ બીજી T20 મેચમાં ભારતને 3 વિકેટે હરાવ્યું છે. આ સાથે આફ્રિકાએ ચાર ટી20 મેચોની શ્રેણી બરાબર કરી લીધી છે. બીજી T20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 124 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 6 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ અને ગેરાલ્ડ કોએત્ઝીએ આફ્રિકાની જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

બીજી T20માં સૂર્યકુમાર યાદવ ફ્લોપ

બીજી T20 મેચમાં ભારતીય ટીમ માટે અભિષેક શર્મા ફરી નિષ્ફળ રહ્યો હતો.તે માત્ર 4 રન બનાવીtristan-stubbs શક્યો હતો. છેલ્લી મેચમાં સદી ફટકારનાર સંજુ સેમસન ઝીરો રનના સ્કોર પર આઉટ થયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ફ્લોપ રહ્યો હતો. તિલક વર્માને ફરી શરૂઆત મળી પરંતુ તે 20 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. પરંતુ 45 બોલમાં 39 રન બનાવતા ફેન્સ નારાજ થયા હતા.

કોએત્ઝે અને સ્ટબ્સે મેંચ જીતાડી

125 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત પણ સારી રહી ન હતી. આફ્રિકન ટીમે 44 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે 86 રનનો સ્કોર પર ટીમના 7 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સ અને ગેરાલ્ડ કોએત્ઝી વચ્ચેની અણનમ 42 રનની ભાગીદારીએ આફ્રિકન ટીમની જીત હાંચલ કરી લીધી હતી. કોએત્ઝેને બોલર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અંતે તેણે 9 બોલમાં 19 રનની મહત્વ પૂણ ઈનિંગ રમીને પોતાની ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો હતો. જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સે 41 બોલમાં 47 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.

વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ ખેરવી

વરુણ ચક્રવર્તીએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં 4 ઓવરમાં માત્ર 17 રન આપી અને 5 વિકેટ ખેરવી હતી. આ ઉપરાંત તે T20 ઈન્ટરનેશનલ મેચની એક જ ઈનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ લેનારો પાંચમો ભારતીય બોલર બની ગયો છે. આ પહેલા ભુવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવે બે-બે વખત આવું કર્યું હતું. જ્યારે યુઝવેન્દ્ર ચહલ અને દીપક ચહરે T20 મેચમાં એક-એક વખત 5-5 વિકેટ ઝડપી છે.

 

 

 

 

Scroll to Top