Bigg Boss 19: 24 ઓગસ્ટથી શરૂ, જાણો કોણ કોણ હશે ઘરમાં

Bigg Boss 19

ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો Bigg Boss 19 સીઝન સાથે પરત આવી રહ્યો છે. 24 ઓગસ્ટથી શો શરૂ થવાનો છે અને સ્પર્ધકોની લિસ્ટને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. આ વખતે અનેક ટીવી એક્ટર્સ, ઇન્ફ્લુએન્સર્સ, યુટ્યુબર્સ અને મોડેલ્સ ઘરમાં એન્ટ્રી કરશે. ચાલો જોઈએ કોણ કોણ હશે Bigg Boss 19 ના હિસ્સેદાર,

‘મિસ ડિવા યુનિવર્સ 2018’નો તાજ જીતનારી અને ‘મિસ યુનિવર્સ 2018’માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી Nehal Chudasama આ સીઝનમાં જોવા મળશે. ગુજરાતની રહેવાસી નેહલ પોતાના પરિવારમાંથી મોડેલિંગમાં આવનારી પહેલી યુવતી છે. 13 વર્ષની ઉંમરે માતાને ગુમાવ્યા બાદ તેણે પિતાને મનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. ‘અનુપમા’ સિરિયલમાં અનુજ કપાડિયા તરીકે લોકપ્રિય બનેલા Gaurav Khanna પણ આ શોમાં ભાગ લેશે. તેઓ ‘CID’, ‘કુમકુમ’, ‘જીવનસાથી હમસફર’ જેવી સિરિયલોમાં પણ જોવા મળ્યા છે. ગૌરવ ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’ના વિજેતા પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો – Online Gaming: એપ પર સરકારે કેમ લગાવ્યો પ્રતિબંધ?

અવેઝ દરબાર અને નગમા મિરાજકર, જેને ફેન્સ પ્રેમથી ‘નવેઝ’ કહે છે, બંને ઇન્ફ્લુએન્સર તરીકે જાણીતા છે. એક સમયે તેઓ રિલેશનશિપમાં હતાં, હાલે સારા મિત્રો છે. ‘બિગ બોસ’માં ફરીથી સાથે દેખાશે તેવા અહેવાલોથી ફેન્સમાં ઉત્સાહ છે. ‘છલ શહ ઔર માત’ સિરિયલ ફેમ હુનર હાલી શોમાં એન્ટ્રી કરશે. હાલમાં તે પોતાના પતિ અને ‘સ્પ્લિટ્સવિલા’ ફેમ મયંક ગાંધીથી છૂટાછેડાની પ્રક્રિયામાં છે.

બાળ કલાકાર તરીકે ‘સાથ નિભાના સાથિયા’ થી શરૂઆત કરનારી અશનુર કૌર ‘બિગ બોસ 19’માં જોવા મળશે. તે ‘પટિયાલા બેબ્સ’ અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ જેવી સિરિયલોમાં દેખાઈ ચૂકી છે. ‘ગેંગ્સ ઓફ વાસેપુર 2’ના કો-રાઇટર ઝીશાન કાદરી વિવાદોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેમના પર છેતરપિંડી અને કાર ચોરીના કેસ નોંધાયા હતા. હવે તેઓ ‘બિગ બોસ’માં જોવા મળશે.

‘સ્પ્લિટ્સવિલા 10’નો વિજેતા બશીર અલી પણ ઘરમાં એન્ટ્રી કરશે. તે ‘કુંડલી ભાગ્ય’ સહિત અનેક શોમાં દેખાઈ ચૂક્યો છે. 1.8 કરોડથી વધુ સબ્સ્ક્રાઈબર્સ ધરાવતો લોકપ્રિય યુટ્યુબર મૃદુલ તિવારી પણ આ શોમાં ભાગ લેશે. ‘જ્યૂબિલી ટોકિઝ’થી ઓળખ મેળવનાર અભિષેક બજાજ અનેક ટીવી સિરિયલોમાં કામ કરી ચૂક્યો છે અને હવે ‘બિગ બોસ 19’માં નજર આવશે. ‘સ્પ્લિટ્સવિલા 15’માં દેખાઈ ચૂકેલો સિવેત તોમર પણ આ વખતે ઘરમાં દેખાશે. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ છે.

લોકપ્રિય ગેમર પાયલ ધારે પણ Bigg Boss 19 માં જોડાવાની છે. તેના Instagram પર 4 મિલિયન ફોલોઅર્સ છે અને 2024માં તેને મોબાઇલ સ્ટ્રીમર એવોર્ડ મળ્યો હતો. ‘બિગ બોસ 15’માં નજર આવેલી Nikki Tamboli નો બોયફ્રેન્ડ Arbaaz Patel પણ આ સીઝનમાં આવી શકે છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા સંકેત આપ્યો છે. આ લિસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે આ સીઝનમાં ડ્રામા, મનોરંજન, વિવાદ અને રોમાંસનો પૂરતો ડોઝ મળશે. હવે જોવું રહ્યું કે આ સીઝન કયા નવા રેકોર્ડ્સ બનાવે છે.

Scroll to Top