ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ, જાણો વેધર અને પ્લેઈંગ ઈલેવન

  • ટીવી ચેનલ Sports18 પર જોઈ શકાશે
  • બીજી મેચમાં હવામાન ઠંડુ રહેવાની સંભાવના
  • પ્રથમ મેંચ 61 રને ભારત જીત્યું હતું

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 સિરીઝની બીજી મેચ રવિવારે રમાશે. આ મેચ સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમ, ગકેબેહરામાં યોજાશે. ટીમ ઈન્ડિયાએ સિરીઝની પ્રથમ મેચમાં જોરદાર જીત નોંધાવી હતી. હવે બીજી મેચની તૈયારીઓ ચાલી રહી છે. ચાહકો આ મેચને મફતમાં લાઈવ જોઈ શકશે. તેને ટીવીની સાથે મોબાઈલ એપ પર પણ જોઈ શકાય છે. બીજી મહત્વની વાત એ છે કે આ મેચનો સમય અલગ હશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી મેચ રવિવારે સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. જ્યારે પ્રથમ મેચ રાત્રે 8.30 વાગ્યાથી રમાઈ હતી. પ્રથમ મેચ ડરબનમાં યોજાઈ હતી. આ કારણોસર તેમનો સમય અલગ હતો.

 

ટીવી ચેનલ Sports18 પર જોઈ શકાશે

ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં 4 મેચ રમશે. આ સિરીઝ ટીવી ચેનલ Sports18 પર જોઈ શકાશે. જો દર્શકો બીજી ટી20 મેચ મોબાઈલ પર જોવા ઈચ્છે છે તો આ પણ શક્ય છે. આ માટે તમારે Jio Cinema એપ ડાઉનલોડ કરવી પડશે. અહીં તમે મફતમાં મેચ લાઈવ જોઈ શકો છો.

બીજી મેચમાં હવામાન ઠંડુ રહેવાની સંભાવના

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચના દિવસે હવામાન ઠંડુ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે. વરસાદની સંભાવના ઘણી ઓછી છે. તેથી મેચ દરમિયાન કોઈ સમસ્યા સર્જાવાની શક્યતા નહિવત છે.

પ્રથમ મેંચ 61 રને ભારત જીત્યું હતું

ભારતે T20 સિરીઝની પ્રથમ મેચ 61 રને જીતી લીધી હતી. દક્ષિણ આફ્રિકા સામેની આ મેચમાં સંજુ સેમસને વિસ્ફોટક સદી ફટકારી હતી. તેણે 50 બોલનો સામનો કરીને 107 રન બનાવ્યા હતા. સેમસનની આ ઇનિંગમાં 10 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ હતા. તિલક વર્માએ 18 બોલમાં 33 રન બનાવ્યા હતા. તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ રીતે ભારતે 202 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 141 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, યશ દયાલ.

 

 

 

 

Scroll to Top