- BJP અને RSS લોકો નફરત ફેલાવે છે – રાહુલ ગાંધી
- INDIA ગઠબંધન ભારતના બંધારણની રક્ષા કરશે
ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જમશેદપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે વિપક્ષી પાર્ટી ભાજપ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા.
BJP અને RSS લોકો નફરત ફેલાવે છે
રાહુલ ગાંધીએ કહ્યું, આ વિચારધારાની લડાઈ છે. એક તરફ કોંગ્રેસ પાર્ટી અને ભારતનું ગઠબંધન છે અને બીજી બાજુ બીજેપી અને આરએસએસ છે. એક તરફ પ્રેમ અને એકતા છે તો બીજી બાજુ નફરત, હિંસા, ક્રોધ અને અહંકાર છે. અમે કહીએ છીએ કે, બંધારણને બચાવવું પડશે, બંધારણ ભારતનું છે, બંધારણ લોકોની સુરક્ષા કરે છે અને ભાજપ બંધારણને નાબૂદ કરવા માંગે છે.
INDIA ગઠબંધન ભારતના બંધારણની રક્ષા કરશે
કોંગ્રેસ સાંસદે કહ્યું, થોડા વર્ષો પહેલા અમે કન્યાકુમારીથી કાશ્મીર સુધી પદયાત્રા કરી હતી. અમે લોકોને કહ્યું કે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલીશું. નરેન્દ્ર મોદીજી ભારતના લોકોને લડાવે છે એક ભાષાને બીજી ભાષા સાથે લડાવે છે. કોંગ્રેસ પાર્ટી દેશને જોડવાનું કામ કરે છે. અમે અંગ્રેજો સામે લડ્યા, અમે તમને બંધારણ આપ્યું. આજે જો કોઈ ગરીબોની રક્ષા કરે છે તો તે કોંગ્રેસ છે. INDIA ગઠબંધન ભારતના બંધારણની રક્ષા કરશે.
મહિલાને 2500 રૂપિયા મળશે
રાહુલ ગાંધીએ કહ્યું, ઝારખંડની દરેક મહિલાને દર મહિનાની પહેલી તારીખે 2500 રૂપિયા મળશે. ગેસ સિલિન્ડર 450 રૂપિયામાં મળશે અને દર મહિને 7 કિલો રાશન મળશે. 15 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. ખેડૂતોને ડાંગર માટે પ્રતિ ક્વિન્ટલ 3200 રૂપિયા મળશે.નરેન્દ્ર મોદી અને તેમની નીતિઓએ ભારતમાં સૌથી વધુ બેરોજગારી આવી છે. નરેન્દ્ર મોદીએ અદાણી-અંબાણી જેવા 25 લોકોની 16 લાખ કરોડની દેવું માફ કરી દીધી. જેટલું અબજોપતીનું દેવું માફ કરી તેટલી ખેડુતોની માફ કરશું