America Visa: તમારા પણ વિઝા રિજેક્ટ થઇ શકે!

America Visa

2 સપ્ટેમ્બર 2025 થી America Visa ને લઈ એક નવો નિયમ આવવા જઈ રહ્યો છે. આ નવો નિયમ શું છે? B1 અને B2 પર જેટલા પણ લોકોને અમેરિકા જવું છે. બધા જ અરજદારોને હવે America Visa માટે ઇન્ટરવ્યુ આપવું પડશે. તમને પ્રશ્ન થતો હશે કે આ સાહેબ શું વાત કરી રહ્યા છે B1 અને B2 ઉપર તો એક્ચુલ બધાને વિઝા ઇન્ટરવ્યુ આપવાનું જ હોય છે તો ના એવું નહોતું.

આ પણ વાંચો – Visavadar: AAP નેતાને ત્યાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો


પરંતુ હવે હવે બધા જ લોકોને એટલે કે 14 વર્ષથી ઓછી ઉંમરના લોકો હશે એટલે કે બાળકો હશે અથવા તો જે લોકોની ઉંમર 79 એટલે કે 79 વર્ષ પછીની પણ છે ને છતાં પણ એમને ઇન્ટરવ્યુ એટલે કે જે લોકો ઇન્ટરવ્યુ લેવાના છે એની સામે હાજર થવું પડશે. પરંતુ આમાં એક અપવાદ પણ છે. હવે આમાં અપવાદ શું છે?

આમાં અપવાદ એ છે કે જે લોકો પાસે ઓલરેડી B1 અને B2 વિઝા છે એ લોકો જો રિન્યુવલ માટે અરજી કરે છે અને 12 મહિના પહેલા અરજી કરે છે, તો ચોક્કસથી એમને ફાયદો મળી શકે છે અને એમને આમાંથી માફી પણ મળી શકે છે. પરંતુ મર્યાદાએ છે કે તમારે તમારા દેશમાંથી અરજી કરવી પડશે અને તમારો America Visa અગાઉ ક્યારે રિજેક્ટ ન થયો હોવો જોઈએ પણ કાઉન્સલટ ઓફિસર ઈચ્છે તો કોઈને પણ ઇન્ટરવ્યુ માટે બોલાવી શકે છે.

આ બધી માહિતી તમને ખબર પડી ગઈ પરંતુ હવે જે સમાચાર હું તમને આપવા જઈ રહ્યો છું એ કદાચ તમને ચોકાવી દેશે. ચેન્નઈમાં 14 મહિના મુંબઈમાં 9.5 મહિના અને દિલ્હીમાં 8 મહિના આ બધો જ વેટિંગ ટાઈમ છે અને આશ્ચર્યની વાત એ છે કે 2022 માં આ વેટિંગ 999 દિવસ એટલે કે લગભગ ત્રણ વર્ષ સુધી પહોંચી ગયો હતો. અને આને કારણે ડ્રોપ બોક્સની સુવિધા પણ આપવામાં આવી હતી. આ તો ટ્રમ્પ છે ટ્રમ્પ કઈ પણ કરી શકે એટલા માટે થઈને તેને ડ્રોપ બોક્સની જે સિસ્ટમ હતી એને નાબૂદ કરી નાખી છે એટલા માટે થઈને વેઇટિંગ ટાઈમ જે છે એ વધી ગયો છે.

 

 

Scroll to Top