Ahmedabad Plane Crash: મામલે હવે આંતરરાષ્ટ્રીય કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. દુર્ઘટનામાં પીડિત 60 જેટલાં પરિવારોએ બોઇંગ વિરુદ્ધ યુનાઇટેડ સ્ટેટ્સની કોર્ટમાં ન્યાય માટે દસ્તક આપવાનો નિર્ણય લીધો છે. Ahmedabad Plane Crash મામલે પરિવારોએ વિશ્વપ્રસિદ્ધ અને એવિએશન કેસોમાં નિષ્ણાત એવા અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝને હાયર કર્યો છે, જે અગાઉ ફોર્ડ અને વોક્સવેગન જેવી વિશાળ ઓટોમોબાઈલ કંપનીઓ સામેના દુર્ઘટના કેસો સફળતાપૂર્વક લડી ચૂક્યા છે.
મૃત્યુ પામેલા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોના પરિવારજનો હવે દુર્ઘટનાની તપાસ સામે પણ સવાલ ઉઠાવી રહ્યાં છે. તેમનો દાવો છે કે પ્લેન મેન્યુફેક્ચર્ર તથા અન્ય જવાબદાર એજન્સીઓએ પૂરતું ટ્રુથ એન્ડ ટ્રાન્સપરન્સી જાળવી નથી.
આ પણ વાંચો – Ram Mokariya: વિવાદ અને વિખવાદ વચ્ચે મોટો ધડાકો
પારદર્શક તપાસ માટે રો ડેટાની માંગ:
પરિવારોએ સ્પષ્ટ રીતે કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR)ના “રો ડેટા” જાહેર કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું છે. તેમનું માનવું છે કે દુર્ઘટનાની સાચી હકીકત માત્ર આ રો ડેટાના વિશ્લેષણથી બહાર આવી શકે છે.



