Ahmedabad Police: અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને એક અનોખો અને વિવાદિત અભિયાન સામે આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલા પોસ્ટરોએ પોલીસ તંત્રની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. “શું સુરક્ષિત અમદાવાદ ફક્ત કાગળ પર છે?” જેવી લાઈનો સાથે લાગેલા આ પોસ્ટરોએ ભારે ચર્ચા જગાવી છે. આ પોસ્ટરોએ ખુલ્લેઆમ પ્રશ્ન કર્યો છે કે – “મહિલાઓ માટે સાચે શું સુરક્ષિત છે અમદાવાદ?” પોસ્ટરમાં “Sponsor by Ahmedabad Traffic Police” લખાયેલું હોવાને કારણે લોકોમાં ભારે ગેરસમજ ફેલાઈ અને સંચાલન તંત્રની મૌનતા પર સવાલ ઊઠ્યા.
આ પણ વાંચો – Gopal Italia: મોડી રાત્રે પોલીસ સ્ટેશન બહાર મોટી બબાલ
પોસ્ટરમાં શહેરી વિસ્તારોમાં થતા દુષ્કર્મ, છેડતી અને મહિલા હયાતિને લઈ નોંધનીય પ્રશ્નો ઉઠાવાયા છે. એમાં લખાયેલ શબદો સ્પષ્ટ રીતે મહિલાઓની સુરક્ષા સામેની અનિશ્ચિતતાને પ્રકાશિત કરે છે. જેમ જ આ પોસ્ટરો વાયરલ થયા, તેમજ અમદાવાદ પોલીસ દ્વારા ત્વરિત સ્પષ્ટતા આપવામાં આવી કે આવા કોઈ પણ પોસ્ટર પોલીસ દ્વારા મૂકવામાં આવ્યા નથી. પોલીસે કહ્યું કે – “આ પોસ્ટરો ટ્રાફિક પોલીસના નામે છાપવામાં આવ્યાં છે પરંતુ તે ભ્રામક છે અને અમારું એમાં કોઈ યથાર્થ સહભાગ નથી.” વિશેષ માહિતી મુજબ, સોલા પોલીસ સ્ટેશનમાં પણ એક વ્યક્તિ દ્વારા પોસ્ટર બાબત જાણવાજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે.