Surat: શિક્ષકના જીવન ટૂંકાવવા પાછળ પોલીસનો સૌથી મોટો ખુલાસો

Surat

Surat શહેરમાં ફરીથી હ્રદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. જિલ્લા પંચાયતના ક્વાર્ટર્સમાં રહેતા શિક્ષકે પોતાના બે બાળકોને ઝેર આપી આપઘાત કર્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. Surat ના ઉમરા પોલીસ સ્ટેશનમાં આ બનાવની FIR નોંધાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ મૃતક શિક્ષક અલ્પેશ સોલંકી છેલ્લા એક મહિનાથી મનની વ્યથા ડાયરીમાં લખતા હતા. આ લખાણમાં પત્રકાર જેવી સ્પષ્ટતાથી પત્ની ફાલ્ગુનીના અફેર અંગે, તેના વર્તન અને તે કારણે થતા તણાવ અંગે વિગતે વર્ણન કર્યું છે.

આ પણ વાંચો – Gondal: ફાયરિંગ મામલે પોલીસે કર્યો મોટો ખુલાસો

મૃતક અલ્પેશની પત્ની ફાલ્ગુની સોલંકી જિલ્લા પંચાયત ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે, જ્યારે આરોપી નરેશ રાઠોડ ખેતીવાડી વિભાગમાં નોકરી કરે છે. Surat પોલીસના તપાસમાં નરેશે કબૂલ્યું છે કે તેમનો ફાલ્ગુની સાથે સંબંધ હતો. બંને આરોપીઓ – ફાલ્ગુની અને નરેશને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108 હેઠળ આત્મહત્યાની દુષ્પ્રેરણાના આરોપમાં ગુનો નોંધ્યો છે.

મૃતક અલ્પેશે પોતાની ડાયરીમાં સ્પષ્ટ લખ્યું છે કે તેને મળેલી માનસિક પીડા, પત્નીના ચાલાક અને અવાજ ઊંચા વર્તનની પૃષ્ઠભૂમિમાં તેનું મનોબળ તૂટ્યું હતું. તેમણે પોતાને અને પોતાના બાળકોને ઝેર આપવાનો નિર્ણય લીધો હોવું જણાઈ રહ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી અલ્પેશની બે ડાયરી, તેમનો અને પત્નીનો મોબાઈલ ફોન કબ્જે કર્યો છે. ડાયરીમાં લખાયેલ વિગતો પોલીસ માટે મુખ્ય પુરાવા બની છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. શિક્ષક તરીકે ઓળખાતા અને સામાન્ય પરિવારના અલ્પેશ સોલંકીનું આ પગલું આજના પરિવારીક તણાવ અને સંબંધોની સંવેદનશીલતાની ગંભીરતા તરફ ઇશારો કરે છે. પોલીસ દ્વારા આગળની પૂછપરછ ચાલી રહી છે અને ફરિયાદ આધારે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

 

Scroll to Top