Bhavnagar: ગુનાખોરીને લઈ ગૃહરાજ્યમંત્રીનું મોટું નિવેદન

Bhavnagar

Bhavnagar શહેરમાંથી કાયદા-વ્યવસ્થા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે ભાવનગરની મુલાકાતે આવ્યા હતા અને અહીંની કાયદા-વ્યવસ્થાની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. Bhavnagar ના સ્થાનિક ભાજપના નેતાઓએ તાજેતરમાં ગૃહરાજ્યમંત્રીને પત્ર લખી શહેરની કાયદાકીય સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પત્રમાં કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તંત્રની ઢીલી કામગીરી અંગે આક્ષેપો કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો – Vash: ફિલ્મી ક્ષેત્રે ગુજરાતી મૂવીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

આ અંગે Harsh Sanghavi એ જણાવ્યું કે, “ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી નથી. કેટલાક મુદ્દા તંત્રના ધ્યાને આવે એટલા માટે પત્ર લખવામાં આવ્યો છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારે ગંભીરતાથી આ મુદ્દાઓનો સંજોગ લીધો છે અને આગામી સમયમાં ભાવનગરમાં વધુ કડકાઈથી પગલાં લેવાશે. રાજ્ય સરકાર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનું યોગ્ય પાલન થાય એ માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત પોલીસ તંત્રને પણ શહેરમાં વધુ ચુસ્તતા વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. સ્થાનિક તંત્ર અને પોલીસ વચ્ચે વધુ સંકલન ઉભું કરી ક્રાઈમ કન્ટ્રોલ અને લોકસુરક્ષા મુદ્દે કાર્ય કરવામાં આવશે.

Scroll to Top