Junagadh ના પવિત્ર ભવનાથ મહાદેવ મંદિરમાં આજે એક ભવ્ય અને ભક્તિમય માહોલ વચ્ચે મહાઆરતીનો ભવ્ય આયોજિત કાર્યક્રમ યોજાયો. વહીવટદાર શાસન શરૂ થયા બાદ આ પહેલીવાર મહાઆરતી સંપન્ન થઈ છે, જેના સાક્ષી જૂનાગઢના અનેક નાગરિકો બન્યા. આ ધાર્મિક પ્રસંગે ભવનાથના પૂર્વ મહંત શ્રી હરીગીરી બાપુ દ્વારા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે જૂનાગઢના વહીવટદાર ચરણસિંહ ગોહીલના હસ્તે પણ ભગવાન ભોળાનાથની આરતી ઉતારાવી અને વિશેષ પૂજાવિધી પણ કરાવી.
આ પણ વાંચો – Maheshgiri Bapu: શું હવે ભવનાથ મંદિરમાં થશે તેમની એન્ટ્રી?
ભક્તિભાવથી યુક્ત આ પ્રસંગમાં ગર્ભગૃહમાં ભગવાન ભોળાનાથની વિશેષ આરતી કરવામાં આવી, જયારે મંદિરમાં હાજર ભક્તોએ ભજન અને શંકધ્વનિ સાથે આ પાવન ક્ષણને ઉજવી. Junagadh ના પવિત્ર ભવનાથ મહાદેવની આરતી બાદ મંદિર પરિસરમાં પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ રહી કે પ્રસાદ વિતરણ જૂનાગઢ SDM દ્વારા જાતે કરાયું, જેને લઈ ભક્તોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ. આ આરતી માત્ર ધાર્મિક કાર્યક્રમ ન રહી પરંતુ એ સંકેત બની કે હવે ભવનાથમાં ફરીથી ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઝડપ પકડશે. હજારો ભક્તો માટે આ એક ભક્તિપૂર્ણ ક્ષણ બની રહી.