ગુજરાતના રાજકારણમાં એકવાર ફરીથી ઉથલપાથલ સર્જાય છે. રાજ્યના મુખ્યમંત્રી Bhupendra Patel આજે બપોર બાદ દિલ્હી જવા માટે રવાના થશે. દિલ્હીમાં તેમની મહત્વની મુલાકાત અનેક રાજકીય સંકેતો લઈ આવી રહી છે. મહત્વનું છે કે મુખ્યમંત્રી Bhupendra Patel દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી Narendra Modi ની તેમજ અન્ય ટોચના નેતાઓ સાથે રાજ્યના વર્તમાન મુદ્દાઓ અને વિકાસશીલ કાર્યો અંગે ચર્ચા કરવાની શક્યતા છે. રાજયમાં યોજાનારી આગામી ચૂંટણીઓ, સંગઠનના પ્રશ્નો અને નવા રાજકીય ફેરફારોને લઈને પણ મનોમંથન થશે તેવી આશા છે.
આ પણ વાંચો – Gopal Italia: મોડી રાત્રે પોલીસ સ્ટેશન બહાર મોટી બબાલ
હમણાં જ ગઈકાલે દિલ્હી ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સંગઠનને લઈ મોટી બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓ તેમજ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ અને ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યા હતા. આ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. વિશેષ તો એ છે કે, એવા સંકેત મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી ગમે ત્યારે નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે. હાલના અધ્યક્ષ CR પાટીલની જગ્યાએ કોઈ નવો નેતા અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળે એવી શક્યતા છે. આ તમામ ઘટનાઓના પરિપ્રેક્ષ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હી યાત્રા અત્યંત સૂચક માનવામાં આવી રહી છે. ભાજપમાં અંદરખાને મોટા ફેરફારની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેવી રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.