Gondal: ફાયરિંગ મામલે પોલીસે કર્યો મોટો ખુલાસો

Gondal

Gondal તાલુકાના Ribda માં 24 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યે એક શંકાસ્પદ ફાયરિંગની ઘટનાએ આખા વિસ્તારમાં હડકંપ મચાવ્યો હતો. અનિરુદ્ધસિંહ જાડેજા નામના વ્યક્તિના પેટ્રોલ પંપ પર આ ફાયરિંગ થયું હતું. ઘટના બાદ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તુરંત કાર્યવાહી શરૂ કરી. રાજકોટ LCBની ટીમે ચોંકાવનારી કામગીરી કરતા ઉત્તરપ્રદેશમાંથી 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓના નામ છે:

  • ઇરફાન
  • અભિષેક
  • પ્રાન્સુકુમાર
  • વિપિનકુમાર

આ પણ વાંચો – Gondal: રીબડામાં ફાયરિંગ કરનારની UP થી ધરપકડ

પુછપરછમાં ખુલ્યું છે કે આ ફાયરિંગ માટે રૂ. 5 લાખનું રોકડ ભાડું અપાયું હતું. પોલીસે જણાવ્યું કે વિપિનકુમારે ફાયરિંગ કર્યું હતું અને ઇરફાને બાઇક ચલાવી હતી. આ કેસનો મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ જાડેજા હોવાની માહિતી સામે આવી છે. હાર્દિકસિંહ સામે અગાઉથી હત્યા સહિત 10 ગુનાઓ નોંધાયેલા છે. હાલે તે ફરાર છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે.

Scroll to Top