Weather Tracker: ઓગસ્ટ મહિનો ખેડૂતો માટે કેટલી રાહત લાવશે?

Weather Tracker

Weather Tracker: ઓગસ્ટ મહિનો ખેડૂતો માટે કેટલી રાહત લાવશે એ વાત પર હવામાન વિભાગે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી 4 સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ સામાન્ય રહેશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ થવાની પૂરેપૂરી શક્યતા છે. IMD Ahmedabad ના જણાવ્યા અનુસાર 1થી 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં સમગ્ર રીતે સામાન્ય વરસાદ નોંધાવાની શક્યતા છે. પરંતુ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં, ખાસ કરીને સોમનાથ શહેર અને આસપાસના વિસ્તારોમાં, સામાન્ય કરતા ઓછો વરસાદ રહેવાની આગાહી છે.

દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ IMD Ahmedabad એ માત્ર સામાન્ય વરસાદની આગાહી કરી છે. જેને લઈ આ વિસ્તારમાં ખેતી પર સીધો અસર થવાની આશંકા છે. ખાસ કરીને વરસાદ આધારિત પાકો ધરાવતા ખેડૂતો માટે આ સ્થિતિ ચિંતાજનક બની શકે છે. ગુજરાતના મોટા ભાગના ખેડૂત વરસાદ પર આધારિત ખેતી કરે છે. ખાસ કરીને ઓગસ્ટ માસમાં માવઠાની જરૂરિયાત વધુ રહે છે. જો આગાહી પ્રમાણે વરસાદ ઓછો રહે તો તે પાકોના વિકાસ અને ઉત્પાદન બંને માટે પડકારરૂપ બની શકે છે.


આ પણ વાંચો – Gopal Italia: મોડી રાત્રે પોલીસ સ્ટેશન બહાર મોટી બબાલ

હવામાન વિભાગે ખેડૂતોને સલાહ આપી છે કે તેઓ જમીનમાં ભેજ જાળવતી ખેતી પદ્ધતિઓ અપનાવે, પાણીના સ્ત્રોતનો સચોટ ઉપયોગ કરે અને અનાવશ્યક સિંચાઈથી બચે. ઉપરાંત, સરકાર અથવા કૃષિ વિભાગ દ્વારા જાહેર થતા અદ્યતન હવામાન અને કૃષિ પરામર્શને ધ્યાનમાં લેવાનું પણ મહત્વપૂર્ણ છે.

Scroll to Top