IND vs SA 1st T20: સંજુ સેમસનની ધાકડ બેટીંગ, ધોનીનો આ રેકોર્ડ તોડ્યો

દક્ષિણ આફ્રિકા સામે ડરબનમાં રમાઈ રહેલી પ્રથમ T20 મેચમાં સંજુ સેમસને સદી ફટકારી છે. તેમણે 47 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે સેમસન હવે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટના ઇતિહાસમાં સતત બે ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે. સેમસને આ પહેલા બાંગ્લાદેશ સામેની શ્રેણીની છેલ્લી મેચમાં 111 રનની ઇનિંગ રમી હતી. હવે બીજી જ ઇનિંગ્સમાં સેમસને દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારી છે.

પ્રથમ T20 મેચમાં ભારત 61 રનથી જીત્યું

સંજુ સેમસને અભિષેક શર્મા સાથે મળીને ટીમ ઈન્ડિયાની ઈનિંગની શરૂઆત કરી હતી. અભિષેક માત્ર 7 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ દરમિયાન તેણે 27 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે આગામી 50 રન બનાવવા માટે માત્ર 20 બોલ જ રમ્યો હતો.. તેણે કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે 66 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. તિલક વર્માએ પણ તેને સારો સાથ આપ્યો, જેણે 18 બોલમાં 33 રન બનાવ્યા હતા.

સંજુ સેમસન 107 રન બનાવી આઉટ થયો હતો

સતત બે T20 મેચમાં સદી ફટકારનાર સંજુ સેમસન પ્રથમ ભારતીય છે. આ પહેલા ફ્રાન્સના ગુસ્તાવ મેકકીન, દક્ષિણ આફ્રિકાના રિલે રૂસો અને ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ ટી-20 ક્રિકેટમાં સતત બે સદી ફટકારવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે. સંજુ સેમસનની ઇનિંગ્સ 107ના સ્કોર પર સમાપ્ત થઈ, જેમાં તેણે 7 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા.

સતત બે મેંચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય

આ પહેલા સંજુ સેમસને T20 ક્રિકેટમાં ભારત માટે બીજી સૌથી ઝડપી સદી ફટકારી છે. તેણે બાંગ્લાદેશ સામે માત્ર 40 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે આ લિસ્ટમાં સૂર્યકુમાર યાદવને પાછળ છોડી દીધો હતો. પરંતુ રોહિત શર્મા હજુ પણ તેનાથી આગળ છે. રોહિતે ટી20 મેચમાં 35 બોલમાં સદી ફટકારી છે. હવે સાઉથ આફ્રિકા સામે પણ તેણે 50થી ઓછા બોલ રમીને સદી ફટકારી છે.

 

 

 

Scroll to Top