ખોડલધામ અને ગોંડલમાં ફરી મોટા વિવાદ.. જોણો ક્યા મુદ્દે રાજકારણ ગરમાયું

ગુજરાતમાં ફરી એકવાર મંદિરનો વિવાદ સામે આવ્યો છો. ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિર ખોડલધામને જોડાયેલો વિવાદ સામે આવ્યો છે. ઘટના એવી છે કે, દિવાળી બાદ ધોકાના દિવસે ખોડલધામ આયોજિત સ્નેહ મિલન કર્યક્રમ ગણેશ જાડેજાને બોલાવતા વિવાદ થયો છે. ખોડલધામ સમિતિ દ્વારા ગણેશને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગણેશે આ કાર્યક્રમ હાજરી આપતા સમાજના બે આગેવાનો સામસામે આવ્યા છે. આ બંન્ને આગેવાનની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ ઉપરાંત આગેવાને ખોડલધામનું નિર્માણ થતું હતું તે સમયે ભાજપ વાળા જ કહેતા હતા નરેશભાઈ કોંગ્રેસી છે. તેવા પણ આરોપ લાગ્યા હતા.

સમગ્ર ઘટનાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ

નરેશભાઈનું નામ આવતા રાજકોટનું રાજકારણ ગરમાયું છે. આ આગેવાનના નામ રાજુ સખીયા એને રાજુ સોજીત્ર છે જેઓ ખોડલધામના સમિતિના સભ્ય પણ છે. જો કોઈ વાત સ્પષ્ટ નહી થાય તો આગામી દિવસોમાં ફરી ખોડલધામનું રાજકારણ ગરમાય તેવી શકયતા રહેલી છે. હવે જોવાનું એ રહ્યું કે, આ બંન્ને આગવાનની જે ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. તેની અસર રાજકોટના અને ગુજરાતના રાજકારણ પર શું અસર પડે તો જોવાનું રહ્યું.

નરેશભાઈ કોંગ્રેસી – સમાજ અગ્રણી

રાજુ સખીયા NewsRommGujrat સાથે વાત કરતા કહ્યું કે, કાર્યક્રમમાં સારો હતો પરતું સમાજના લોકોને આંમતત્રણ ન મળતા દુ:ખ લાગ્યું છે. હવે પટેલ સમાજના કર્યક્રમમાં જો અન્ય કોઈ લોકો આવશે તો જાઈ લેવામાં આવશે. કોઈપણ કર્યક્રમ ખોડલધામના નામે ન થવો જોઈએ. ખોડલધામના પાયો નાખવામાં ખુબ મહેનત કરી છે.

 

 

 

 

 

Scroll to Top