Vice President: ચૂંટણી 9 સપ્ટેમ્બરના રોજ યોજાશે

Vice President

ભારતના Vice President જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ હવે દેશમાં નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચૂંટણી આયોગએ જાહેરાત કરી છે કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન 9 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે. આ પદ માટે ઉમેદવારી ભરવાની અંતિમ તારીખ 21 ઑગસ્ટ છે. 21 જુલાઈની સાંજમાં Vice President Jagdeep Dhankar એ તંદુરસ્તી નબળી હોવાની દુહાઈ આપીને પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તે જ દિવસે તેઓ રાજ્યસભાની કાર્યવાહીમાં હાજર રહ્યા હતા. તેમના રાજીનામાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 22 જુલાઈએ મંજુરી આપી હતી. 74 વર્ષીય ધનખડનો કાર્યકાળ 10 ઑગસ્ટ 2027 સુધીનો હતો.

6 સ્ટેપમાં થાય છે ઉપરાષ્ટ્રપતિની પસંદગી

  1. ચૂંટણી માટે ચૂંટણી મંડળ રચાય છે
  2. ચૂંટણીની જાહેરાત (અધિસૂચના)
  3. ઉમેદવારી પ્રક્રિયા
  4. સાંસદોમાં જ પ્રચાર
  5. મતદાન પ્રક્રિયા
  6. મતગણતરી અને પરિણામ

જીત માટે ઉમેદવારને કુલ માન્ય મતોના 50%થી વધુ મળવા જોઈએ. પરિણામ રિટર્નિંગ ઓફિસર જાહેર કરે છે. NDA પાસે બહુમતી સ્પષ્ટ દેખાઈ રહી છે, જેના આધાર પર તેના ઉમેદવારના જીતવાના ચાંસ વધારે છે.

આ પણ વાંચો – Malegaon Bomb Blast: તમામ સાત આરોપીઓ નિર્દોષ જાહેર

મહત્વપૂર્ણ તારીખો:

  • ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ: 21 ઑગસ્ટ 2025
  • મતદાન: 9 સપ્ટેમ્બર 2025
  • પરિણામ: તે જ દિવસે જાહેર થવાની સંભાવના

Scroll to Top