Mira Ahir ની હોસ્પિટલમાં થયેલી બબાલ બાદ હાલત ગંભીર બની હતી અને આખરે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રએ આ મામલે મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, ઘટનાની સંપૂર્ણ તપાસ માટે રચાયેલી વિશેષ કમિટીની ભલામણ બાદ એક પછી એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો – Porbandar: ન્યૂઝરૂમના સાથે અભદ્ર વર્તન કરનાર લાંચ લેતા ઝડપાયો
આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને રાજકોટ સિવિલ હોસ્પિટલની અધિકારી ડૉ. મોનાલી દ્વારા તાત્કાલિક અને ઉગ્ર પગલાં લેવામાં આવ્યા છે. તેમણે જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરીને તંત્રની શિસ્ત અને માનવ હિત માટેની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. Rajkot Civil Hospital ના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે આવો બનાવ ભવિષ્યમાં પુનરાવર્તિત ન થાય તે માટે તમામ વિભાગ વડાઓ, RMO તથા નર્સિંગ સુપ્રિટેન્ડન્ટને કડક રીતે સજાગ રાખવામાં આવે. તાકીદે તંત્રએ ચેતવણી પણ આપી છે કે શિસ્તભંગ સામે કોઇ જાતની શિથિલતા નહી દાખવાઈ.