પૂર્વ ધારાસભ્ય Pratap Dudhat એ આજે સાવરકુંડલામાં પાલિકા સામે અનોખો વિરોધ નોંધાવ્યો. મહાદેવના મંદિર ખાતે જળાભિષેક કરીને તેમણે આંદોલન આરંભ્યું અને ત્યારબાદ કોંગ્રેસ કાર્યકરો સાથે પાલિકા કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચ્યા. દૂધાતે પાલિકા કચેરીમાં પોતાનું આવેદનપત્ર પેશ કરીને ખાસ કરીને ત્રણ મુદ્દાઓ પર નારાજગી વ્યક્ત કરી.
આ પણ વાંચો – Malegaon Bomb Blast: તમામ સાત આરોપીઓ નિર્દોષ જાહેર
Pratap Dudhat એ જણાવ્યું કે પાલિકા સતત ટેક્સમાં વધારો કરી રહી છે, જે સામાન્ય નાગરિક માટે બોજરૂપ બન્યો છે. “રાષ્ટ્રીયકૃત બેંકો 9% વ્યાજ લેશે છે અને પાલિકા 18% વ્યાજ વસૂલતી હોય તે અયોગ્ય છે,” એવું નિવેદન આપીને દૂધાતે આ ફી અને ટેક્સની નીતિ પર પ્રશ્ન ઉઠાવ્યો. વિસ્તારના રસ્તાઓની જર્જરિત સ્થિતિ અંગે દૂધાતે ચિંતા વ્યક્ત કરી. “ખાડાઓથી લોકો દુખી છે. બારમાસ ખાડા પુરાય નહીં તો પાલિકા શા માટે?” તેઓએ ખુલ્લેઆમ પ્રશ્ન કર્યો. આંદોલન બાદ Pratap Dudhat એ પાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર પાઠવી અધિકારીઓને લોકોની મુશ્કેલી વિશે માહિતગાર કર્યા અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી.