AAP Gujarat: ‘પોલ ખોલ ટીમ’ સત્તાધીશો પર આક્રમક

AAP Gujarat

છેલ્લા 24 કલાકમાં બાવળા તાલુકામાં પડેલા 4 ઇંચથી વધુ વરસાદે શહેરને જળમગ્ન બનાવી દીધું છે, અને તેનું રાજકીય મંચ પર પણ પ્રતિકૂલ પ્રત્યાઘાત જોવા મળ્યું છે. AAP Gujarat ની પોલ ખોલ ટીમપહોંચી, સત્તાધીશો સામે અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. AAP દ્વારા જણાવાયું કે, “બાવળા અને આજુબાજુના વિસ્તારમાં વરસાદે તબાહી મચાવી છે, પણ તંત્રની વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.” તેઓએ જણાવ્યું કે ઘણા વિસ્તારોમાં આજ સુધી પાણી ઓસરી નથી અને નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ લોકો ઘરવિહોણા બન્યા છે.

આ પણ વાંચો – Gopal Italia: ભાજપ નેતાનો સણસણતો જવાબ

AAP Gujarat ના નેતાઓએ નલ સે જલ યોજના પર પણ આક્ષેપ કરતા કહ્યું કે, “ભાજપ સરકારે જેના ડંકા પિટાવ્યા હતા તે યોજના ખરેખર મજૂર છે. અહીં પાણીને વહીજવા પૂરતા નાલા છે જ નહીં.” આમ આદમી પાર્ટીની ટીમે બાવળા-સાણંદ વિસ્તારમાં સતત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને સ્થાનિક લોકો તથા વેપારીઓ સાથે ચર્ચા પણ કરી. લોકોને વ્યથિત હાલતમાં જોઈને તેમણે રાજ્ય સરકારની કામગીરી પર પ્રશ્નચિહ્ન લગાવ્યા.

 

Scroll to Top